આણંદ જિલ્લામાં ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓ નિમાયા
આણંદ જિલ્લામાં ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓ નિમાયા
તાહિર મેમણ – આણંદ : 15/05/2024 – જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-૨૦૨૪ અન્વયે ભારે વરસાદ, પુર, વાવાઝોડાની પરિસ્થિતિમાં દુર્ઘટના/કુદરતી આપત્તિનો ભોગ બનેલ લોકો સુધી શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડી શકાય અને તાલુકા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાની કામગીરીનું સુચારુ સંચાલન થઈ શકે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી દ્વારા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
જે અંતર્ગત આણંદ તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી મયુર પરમાર,ઉમરેઠ તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કુ.શિવાંગી શાહ, આંકલાવ તાલુકામાં નાયબ કલેકટરશ્રી,જ.સુ., આણંદ શ્રી એસ ડી પટેલ, પેટલાદ તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી પી આર જાની,બોરસદ તાલુકામાં પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, ખંભાતમાં પ્રાંત અધિકારી કુંજલ શાહ, સોજીત્રામાં નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી,આણંદ શ્રી કુ એચ ઝેડ ભાલીયા અને તારાપુરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસુલ), આણંદ આર એન રાજપુતની લાયઝન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓની નિમણૂંક કરવાથી ચોમાસાની ઋતુ દરમિયાન તાલુકાકક્ષાની તમામ કચેરીઓમાં જરૂરી સંકલન સાધી શકાશે અને કુદરતી આપત્તી સમયે ઝડપથી મદદ પોંહચાડી શકાશે.








