GUJARATHALVADMORBI

Halvad:વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો -હળવદના સાપકડા ગામે ગરમ પાણીમાં પડી જતા બાળકનું મોત

વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો -હળવદના સાપકડા ગામે ગરમ પાણીમાં પડી જતા બાળકનું મોત


હાલના સમયમાં માતા-પિતાઓ પોતાના કામમાં વ્યસ્ત હોય તેવામાં બાળકો કંઈક એવું કરી બેસતા હોય છે કે જેનો પસ્તાવો આખી જિંદગી પરિવારને થતો હોય છે તેઓ જ એક કિસ્સો હળવદ તાલુકામાં સામે આવ્યો છે જેની થી હળવદ સહિત સમગ્ર વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સો કહી શકાય હળવદ તાલુકાના સાપકડા ગામમાં ગરમ પાણીમાં પડી જવાથી બાળકનું મોત નીપજ્યું છે. સાપકડા ગામે રહેતા મહેશભાઈ ભોપાભાઈનો બે વર્ષનો દીકરો ધ્રુવ ઘરમાં રમતો હતો. આ દરમિયાન અચાનક ચુલા પર થઈ રહેલા ગરમ પાણીમાં ધ્રુવ રમતા રમતા ગરમ પાણીમાં પડી ગયો હતો. જેથી તે બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો અને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે બે દિવસની સારવાર બાદ ધ્રુવનું મૃત્યુ થયું હતું. જેથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

[wptube id="1252022"]
Back to top button