હાલોલ:વિઠ્ઠલ ફળીયા ખાતે વિંડાર કંપની દ્વારા નવ નિર્માણ પામેલ અંગ્રેજી માધ્યમ શાળાનું રાજ્યના કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરાયું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૧૨.૨૦૨૩
હાલોલ નગર ની મધ્યમ વિઠ્ઠલ ફળિયા શાક માર્કેટ ખાતે આવેલ વર્ષો જૂની જર્જરીત થયેલ ગુણવંત લાલ ચુનીલાલ પ્રાથમિક શાળા નું નવીનીકરણ વિન્ડાર રીનીવેબલ પ્રા.લી.કંપનીના સી.એસ.આર ના સહયોગથી વિદ્યાર્થીઓ માટે અદ્યતન તૈયાર થયેલ સરકારી અંગ્રેજી માધ્યમ શાળા નું નવનિર્મિત મકાન રાજ્યના કેબીનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર ના હસ્તે તેમજ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ વિન્ડાર રીનીવેબલ પ્રા.લી.કંપનીના સી.ઈ.ઓ.કે.વી.ભારથી ની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન સહીત શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.વર્ષો પહેલા હાલોલ ના વિઠ્ઠલ ફળિયા ખાતે આ જગ્યા ઉપર એક આંબલીના વૃક્ષ નીચે અને કાચા પતરાવાળા બે ઓરડામાં 20 જેટલા વિદ્યાર્થીઓથી એક થી ચાર ધોરણ બે શિક્ષકોથી શાળા ની શરૂઆત કરવામાં આવી હતી. સમય જતા જેતે સમય ના હાલોલ નગર પંચાયત ના માજી પ્રમુખ સ્વા. સતીશભાઈ પરીખ શાળા સમિતિ માં પ્રમુખ સ્વા. રાવજીભાઈ પટેલ આજ શાળાના શિક્ષક અને શાળા સમિતિ ના મંત્રી સ્વા.લક્ષ્મણભાઈ સાધુ તેમજ વિઠ્ઠલ ફળિયાના રહીશો અને દાતા ગુણવંતલાલ ચુનીલાલ પરીખ ના સહયોગ થી આથી 60 વર્ષ પહેલા આ શાળા નું બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું હતું. અને હાલમાં આ શાળામાં 1000 કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. સમય જતા બિલ્ડીંગ જૂનું અને જર્જરીત થતા નજીકમાં આવેલ બંધ પડેલ જિલ્લા પંચાયત હસ્તક નું સરકારી દવાખાના ની જગ્યામાં નવું અદ્યતન બિલ્ડીંગ બનાવામાં આવતા આ પ્રાથમિક શાળા છેલ્લા એક વર્ષથી ત્યાં કાર્યરત થતા આ જૂનું અને જર્જરિત શાળા નું બીલ્ડીગ તોડી તે જગ્યા ઉપર હાલોલ ચંદ્રપુરા ઔધોગિક વિસ્તારમાં આવેલ વિન્ડાર રીનીવેબલ પ્રા.લી. કંપની ના સી.એસ.આર સહયોગથી શાળાના વિદ્યાર્થીઓ ના અભ્યાસ માટે 75 લાખ ના ખર્ચે અદ્યતન સંપૂર્ણ સુવિધાવાળું સરકારી અંગ્રેજી માધ્યમ શાળા નવું બીલ્ડીંગ બનવામાં આવ્યું છે તેને આજે રાજ્ય ના કેબિનેટ મંત્રી, ધારાસભ્ય, જીલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુધ્વજસિંહ પરમાર તેમજ શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો તેમજ ગ્રામજનો ની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું.










