GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એલ.સી.બી.પોલીસે કાલોલના બાકરોલ ગામેથી ૩૧ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ બીયર નો જથ્થો ઝડપી પાડયો

તારીખ ૧૯/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જીલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઇ નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ.જે સુચના અન્વયે ગોધરા એલ.સી.બી.પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,કાલોલ તાલુકાના બાકરોલ ગામે નવી નગરીમાં રહેતો શૈલેષકુમાર કિરીટસિંહ ગોહીલ તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરવા સંતાડી રાખેલ છે.તેવી મળેલ બાતમી આધારે એલ.સી.બી.સ્ટાફના માણસો સાથેબાકરોલ ગામે નવી નગરીમાં રહેતો શૈલેષકુમાર કીરીટસિંહ ગોહીલના ઘરે રેઇડ કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ રોયલ સીલેક્ટરટ ડીલક્ષ વ્હીસ્કીની બોટલો નંગ-૬૭ કિ.રૂ.૨૭,૦૦૧/- માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટરોંગ બીયર ટીન નંગ-૪૫ કિ.રૂ.૪,૯૦૫/- કુલ નંગ ૧૧૨ કિ.રૂ.૩૧,૯૦૬ મુદ્દામાલ કબજે કરી આરોપી શૈલેષકુમાર કીરીટસિંહ ગોહીલ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button