
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી શહેરમાં બાઇક પર આવી, એકલ દોકલ આવતા જતા વાહનોને અટકાવી રેમ્બો છરો બતાવી મોબાઈલ, દાગીના ચોરતી ટોળકીના 4 લૂંટારૂઓને ૨ લાખ ૨૦ હજાર ના મુદ્દામાલ સાથે નવસારી એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડયા.
પ્રાપ્ત માહિતી મુજબ નવસારી શહેર સહિત આજુબાજુ વિસ્તારમાં અંધારું પડતા વાહન ચાલકો સહિત રાહદારીઓને છરો બતાવી લૂંટી લેવાની ઘટના સામે આવતા નવસારી પોલીસ સહિત એલસીબી પોલીસ એલર્ડ મોડમાં આવી ટેક્નિકલ સ્ટાફ ની ટિમ સહિત હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સીટી વિસ્તારનાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી લુટેરાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. એલસીબી પોલીસને બાતમી મળતાં જ એલસીબી પીએસઆઇ દીપકભાઈ કોરાંટનાં માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સાંઈ ગરબા ગ્રાઉન્ડ, હેલિપેડ ખાતે નંબર વગરની બાઇક સાથે ઉભા 4 લૂંટારુઓને ઝડપી લઈ તેઓની કડકાઇથી પૂછપરછ કરતા તેઓ લૂંટ ગુના ની કબૂલાત કરી હતી. ઝડપાયેલા લુંટારૂઓ નવસારીના કેવલ્યા ધામ ખાતેથી ગાંધી ફાટક જતા માર્ગ પર એક લારીવાળાને અટકાવી તેના ગળે મોટો છરો મૂકીને મોબાઈલ અને રોકડ મળી ૭ હજારની લૂંટ ચલાવી હતી. બીજી ઘટનામાં દાંતેજ નહેર પાસે એક દંપતીને અટકાવી તેમના ગળે છરો મૂકીને સોનાની ચેઇન અને બે મોબાઈલની લૂંટ ચલાવી હતી જ્યારે ઇસ્કોન મંદિર પાસે છોકરાઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. ઝડપાયેલા ચારેય આરોપીઓમાંથી નવસારીના છાપરા રોડ પર રહેતા સોહિલ ઉર્ફે રજ્જાક અને તીધરા ની નવી વસાહતમાં રહેતા સલમાન ઉર્ફે રસીદ પઠાણ અને મુજાહિદ ખાન તમામ રહે.નવસારી તેમજ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા રવિ ગોરવા ને ઝડપી લઈ લૂંટાયેલ મોબાઈલ સહિત ૨ લાખ ૨૦ હજારનું મુદ્દામાલ કબજે કરી વધુની તપાસ માટે ચારેય આરોપીઓના રીમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





