

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૧/૧૨/૨૦૨૩
નેત્રંગ : રેપિડ એક્શન ફોર્સ દ્વારા તેમના કમાન્ડન્ટ સાથે ૨૫ મહિલા અને ૩૫ પુરૂષ જવાનો અને નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા નેત્રંગ ટાઉન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં લોકોનો પોલીસ પ્રત્યે વિશ્વાસ જળવાયેલો રહે અને કાયદો વ્યવસ્થાની સુચારુ રૂપે અમલવારી થાય તે માટે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું. પોલિસ સબ ઇન્સ્પેકટર ડી.વી.ગામીત તેમજ રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ નેતૃત્વમાં નીકળેલ રેપિડ એક્શન ફોર્સ ના જવાનો તથા પોલીસ સ્ટાફ ની ફ્લેગ માર્ચ સંવેદનશીલ વિસ્તારો મા ફરી હતી. તેમજ રેપિડ એક્શન ફોર્સની ટીમ નગરની ભૌગોલિક સ્થિતિથી વાકેફ થયા હતા.
[wptube id="1252022"]








