
૬-ઓગષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી કચ્છ :- માંડવી મરીન સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના અધિકારીઓ ને સયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, ત્રગડી ગામનો યુવરાજસિંહ વજુભા જાડેજા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઇ આવેલ છે અને તે જથ્થો તેની ઘરની બાજુમા આવેલ એક ઓરડી ભાડેથી લઇ તેમા રાખેલ છે. અને સદર પ્રોહીનો જથ્થો સગે વગે કરવાની પેરવીમા છે જેથી મળેલ બાતમી હકીકતની ખરાઈ કરી સદર જગ્યાએ રેઈડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરના ટીન અલગ અલગ બ્રાન્ડના કબ્જે કરેલ મુદ્દામાલની વિગત – ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો,(૧) રોયલ ગ્રાન્ડ મોલ્ટ વ્હીસ્કી બોટલ નંગ- ૨૨૦૮૪- કી.રૂ. ૭,૭૨,૮૦૦/-,(૨) ડેનીમ ૩૦ ગ્રીન એપલ વોડકા બોટલ નંગ-૧૩૯૨ કી,રૂ.૪,૮૭,૨૦૦/- ,(૩) ડેનીમ ૩૦ ઓરેન્જ વોડકા બોટલ નંગ-૧૯૨ કી,રૂ.૬૭,૨૦૦/-,(૪) રોયલ ગ્રાન્ડ મોલ્ટ વ્હીસ્કી ક્વાટર્સ નંગ -૧૭૬૨/- કી,રૂ.૧,૭૬૨૦૦/-,(૫) અગલ અગલ બ્રાન્ડના બીયરના ટીન નંગ-૪૭૫૨-કી.રૂ.૪,૭૫,૨૦૦/-,એમ કુલ મુદામાલ કિ.રૂ. -૧૯,૭૮,૨૦૦/-, જથ્થો મળી આવ્યો હતો.અને રેઈડ દરમ્યાન આરોપી,યુવરાજસિંહ વજુભા જાડેજા હજાર મળ્યો નહોતો તો તે આરોપીને ઝડપી પાડવા માટે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.










