
વડનગર નાં પીઠોરી દરવાજા ખાતે નવીન પીક અપ સ્ટેન્ડ નું લોકાર્પણ
સાંસદ શારદા બેન પટેલ ની ગ્રાન્ટ માંથી બનેલા વડનગરના પીઠોરી દરવાજા ખાતે નવા પીક અપ સ્ટેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું જેનો લાભ વિજાપુર મહુડી ઇડર હિંમતનગર ના મુસાફરો ને મળશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી
વડનગર પીઠોરી દરવાજા પાસે જીલ્લા સાંસદ શારદા બેન પટેલે ફાળવેલ ગ્રાન્ટ માંથી બનાવેલ નવીન એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ નું લોકાર્પણ શાસ્ત્રોક્ત વિધિ થી પૂજા અર્ચના કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પીક અપ સ્ટેન્ડ નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર-૭ બનાવવા માં આવતા આ વિસ્તાર માંથી અવર જવર કરતા મુસાફરો માટે રાહત ઉભી થવા પામી છે વડનગર થી વિજાપુર, મહુડી, ઇડર, હિંમતનગર તરફ જતા મુસાફરો ને ભરપૂર લાભ મળશે.સદર પીક અપ સ્ટેન્ડ રૂપિયા ૩.૭૫ લાખ રૂપિયા ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલા વડનગર સિવિલ હોસ્પિટલ આગળ પણ સાંસદ ની ગ્રાન્ટ માંથી પીક અપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતુ. જેનો આજુ બાજુ થી આવતા અનેક દર્દીઓ અને મુસાફરો લાભ મેળવી રહ્યા છે આ પ્રસંગે વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી, જીલ્લા કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ, મંત્રી જીગરભાઈ પટેલ, ઉપ પ્રમુખ ઉદાજી ઠાકોર, સંદીપભાઈ પટેલ, જીલ્લા મહિલા મોરચાના મંત્રી શ્રીમતિ શીતલબેન મોદી તથા વડનગર એસ.ટી. ડેપો મેનેજર અંકિતભાઈ મોદી તેમજ આ વિસ્તારના સદસ્યો રાજુભાઈ પટેલ, અંકીતાબેન દરજી, કનુભાઈ પટેલ તથા પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા કાનજીભાઈ ઠાકોર, પૂર્વ સદસ્યો ગીરીશભાઈ પટેલ, ઉદાજી ઠાકોર, મુળજીભાઈ પરમાર, યુવા મોરચા પ્રમુખ વિરલભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, અને સૌ કાર્યકર્તાઓ અને વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





