
૨૦-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ :- તાજેતરમાં રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. આર. ફુલમાલીની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાશપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દીવસની ઊજવણી કરવામાં આવી હતી. સામાજીક ન્યાય સમીતીના ચેરપર્સન શ્રીમતિ ઝવેરબેન ચાવડાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ કાર્યક્રમમાં દિપ પ્રાગટ્ય બાદ પધારેલ મહેમાનોનું ડો. પાસવાન દ્વારા શાબ્દિક સ્વાગત – સન્માન કર્યા બાદ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તાલુકાની તમામ ફિમેલ હેલ્થ વર્કર અને આશા બહેનોને વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત સમજ આપવાની સાથે વાહકજન્ય રોગો, પાણીજન્ય રોગો, દુષિત ખોરાકથી ફેલાતા રોગો, બેટી પઢાઓ – બેટી બચાઓ, ધુમ્રપાન અંતર્ગત સમજ આપવામાં આવી હતી. વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કુટુંબ કલ્યાણ કામગીરી કરનારને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્યા શ્રીમતિ શિલ્પાબેન નાથાણી તથા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અમિશીબેન સંઘવી, ડો. અશ્વિનીબેન ફૂફલ, ડો. જાન્વીબેન ચાવડા, ડો. નીશિબેન રાસ્તે, ડો. ધૈર્ય, ડો. મનીષ પુરોહિત, ડો. હાર્દિક પંડ્યા, ડો. ધીરજ ડુંગરખિયા, ડો. ચેતન ચૌધરી વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ઝેડ. પી. નાથાણી, આર. એસ. આગરીયા, શૈલેન્દ્રસિંહ ચાવડા, ગોપાલ ગઢવી, સંજય માકાણી, અશ્વિન ગઢવી દ્વારા સંભાળવામાં આવી હતી. સંચાલન હાર્દિક મોતા દ્વારા કરવામાં આવ્યું હતું.