
૧૫-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ :- ગુજરાત તરફ આગળ વધી રહેલ “બિપરજોય” વાવાઝોડાની સંભવિત આફતમાં કાચા મકાનો તથા નીચાણ વાળા વિસ્તારમાં રહેતા ૧૫૦ થી વધુ લોકોને વોર્ડ નંબર ૪ ના નગરસેવકો (વિશાલ ઠક્કર, હનિફ જત, જશુબેન હિરાણી, કસ્તુરબેન દાતણીયા) દ્રારા સુરક્ષિત શેલ્ટર હોમ મધ્યે ખસેડીને તેમને માંડવી શહેર ભાજપા અને શ્રી સ્વામીનારાયણ મંદીર – માંડવી દ્રારા સાંજે ચા-નાસ્તો તથા રાત્રે પોષણયુક્ત ભોજન વગેરે સુવિધાઓ પુરી પાડી ત્યારે શહેર ભાજપાના અધ્યક્ષ શ્રી દેવાંગભાઈ દવે, મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, શ્રી કમલેશ ગઢવી, ઉપપ્રમુખ શ્રી ઉદયભાઈ ઠાકર, યુવા મહામંત્રી શ્રી પુનિતભાઈ ગોર, શ્રી પ્રવિણભાઈ ગોર, શ્રી રશ્મિકાંત પરમાર, શ્રી શકિતસિંહ ઝાલા વગેરે કાર્યકરો તથા સેવાભાવી આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]







