GANDHIDHAMKUTCH
વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા રાજહંસ સિનેમા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

26-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :- ગાધીધામ – હાલમાં એક હોલિવૂડ ની ફિલ્મ આવેલ છે જેનું નામ oppenheimer છે તે ફિલ્મની અંદર અંગત પળો માણતી વખતે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક શ્લોક બોલવામાં આવે છે તેની અંદર સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાણી છે તેથી રાજહંસ સિનેમા ખાતે સૌ કાર્યકર્તા વિરોધ માટે ગયા હતા,તેમાં સિનેમાના મેનેજર દ્વારા તેવી ખાતરી આપવામાં આવી કે હાલ આ ફિલ્મના બધા શો રદ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં આવી ફિલ્મો લગાવશું નહીં. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગના સહમંત્રી મહાદેવ ભાઈ વીરા, જગદીશ ભાઈ સોરઠીયા, રાજેશ ભાઈ વેગડ,કિરીટભાઈ કોટક, રાજભા ગઢવી, અશોક ભાઈ કેલા, ધરમશી મશુરિયા, ભાગ્યરાજ સિંહ અને સર્વે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]







