GANDHIDHAMKUTCH

ગાંધીધામમાં મહારાણા પ્રતાપની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ

23-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- સાહસ અને માતૃભુમી માટે વિવિધ મોરચે લડનાર અજોડ યોદ્ધા મેવાડ રત્ન મહારાણા પ્રતાપની પુર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ગાંધીધામ આદિપુરના મધ્યે રોટરી સર્કલ પાસે ભારે હર્ષોલ્લાસ સાથે કરાયું હતું. કંડલા કોમ્પલેક્ષ રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા અંદાજે 40 લાખના ખર્ચે નિર્મિત આ પ્રતિમા અને સ્મારકના લોકાપર્ણ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ, રાપરના ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને એક સુરમાં મહારાણા પ્રતાપનો જયકારો બોલાવ્યો હતો.શહેર મધ્યે રોટરી સર્કલ પાસે આ ભવ્ય પુર્ણ કદની પ્રતિમાને સ્થાપિત કરાતા યુવાઓ અને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પુર્વ વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ આ વિચારને આવકારીને પ્રસંશા કરી હતી. સંચાલક અને પાલિકાના સાશક પક્ષના નેતા વિજયસિંહ જાડેજાએ ક્ષત્રિય કદી કોમવાદી નથી હોતો પણ સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રવાદી જરૂર હોય છે તેમ જણાવીને મહારાણા પ્રતાપની વીરગાથાની ઝલક કવિતા સ્વરુપે આપી હતી.આ ક્ષણે કંડલા કોમ્પલેક્ષ રાજપુત્ર ક્ષત્રિય સમાજના પ્રમુખ નરેંદ્રસિંહ રાણા, શૈલેંદ્રસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાન વિરેદ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, મામલતદાર ભગીરથસિંહ્ ઝાલા, જયદીપસિંહ જાડેજા, ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન ક્ષત્રિય સમાજ, શિખ સમાજ સહિતનાએ સન્માન કર્યું હતું. ગાંધીધામ નગરપાલિકાએ આ જમીન ફાળવીને તેના પર સમાજ દ્વારા આ સ્મારક અને પ્રતિમાના ભવ્ય નિર્માણ માટૅ શુભકામનાઓની વર્ષા થઈ હતી. આ પ્રસંગે આ સ્મારક અને પ્રતિમા નિર્માણ માટે કોઇ સ્વાર્થ વીના સેવા આપનાર આર્કિટેક પુરુષોતમ લાલવાણી સહિતનાનું સન્માન કરાયું હતું.

[wptube id="1252022"]
Back to top button