GANDHIDHAMKUTCH

રાજકોટ માં ગેમઝોન માં મૃત્યુ પામેલા લોકોને સમસ્ત પાટીદાર સમાજ તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ગાંધીધામ,અંજાર તાલુકા દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ, તા : 31મે – (શ્રીકાંત પટેલ દ્વારા મોરબી) રાજકોટ ટી. આર. પી. ગેમ ઝોન માં માનવ સર્જિત આગ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલ દિવંગતો ની આત્મા ની શાંતિ અર્થે ઠેર ઠેર શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. જેમાં અંજાર ગાંધીધામ નાં પાટીદાર સમાજ દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.જેમા શ્રી પંચમુખી હનુમાન મંદિર – આદિપુર મધ્યે હનુમાન ચાલીશા, રામધૂન અને હનુમાન ધૂન કરી ભૂલકાઓ નાં આત્માની શાંતિ અર્થે સનાતન પ્રાચીન હિંદુ ધર્મ સંસ્કૃતિ મુજબ હાથમાં દીપ પ્રગટાવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

તેમાં પંચમુખી હનુમાન મંદિર નાં મહંતો, સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઈ પટેલ, મંત્રી અંબાલાલ પોકાર, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના તાલુકા ચેરમેન નવનીતભાઈ ભલાણી, મહામંત્રી પિયુષભાઈ પાડલીયા તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહિલા વિંગ ના ચેરપર્સન દક્ષાબેન ભિલ્લા, કો. ચેરપર્સન દિપ્તીબેન મોરી અને પાટીદાર સમાજ નાં ભાઈઓ-બહેનો-ભૂલકાઓ એ મોટી સંખ્યા માં હાજરી આપી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button