
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
એક ખેડૂત પરિવાર દર વર્ષે પ્રાથમિક શાળા ના વિધાર્થીઓને તિથિ ભોજન પ્રસાદ આપવામાં આવે છે.
ખેડૂત દામજીભાઈ નાં પુત્ર અમદાવાદ ખાતે બી.જે.મેડિકલ કોલેજ માં એમબીબીએસ માં ત્રીજું વર્ષ માં ૬૭.૨૬%.સાથે દસ માં નંબરે પાસ કરી ને ચોથા વર્ષે માં અભ્યાસ કરી રહ્યા છે.
માંડવી,તા- ૨૦ : માંડવી તાલુકાના બિદડા ગામના દામજીભાઈ માતંગ દ્વારા ગામના મફતનગર પ્રાથમિક શાળા નં-૨ માં આજ રોજ તિથિ ભોજન સમારંભ યોજાયો હતો.બિદડા મફતનગર પ્રાથમિક શાળા નં-૨ માં અભ્યાસ કરતા ૩૪૭.વિદ્યાર્થીઓ ગુરુ વંદના બોલીને સ્વાદિષ્ટ તિથિ ભોજન પ્રસાદ લીધું હતું.
આ શુભ પ્રસંગે બિદડા ગામના સરપંચ શ્રી,માંડવી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર,નારાણ ગઢવી, બિદડા માજી સરપંચ રાજેશ સંઘાર, પ્રવીણભાઈ છાભૈયા, મોહનભાઈ રામાણી,ડૉ.ખુશાલભાઈ, ધનજીભાઈ કટુવા,આસાભાઈ માતંગ,અને શાળા સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
દામજીભાઈ માતંગ જણાવ્યું હતું કે મારાં પરિવાર તરફથી દર વર્ષે શાળા ના વિધાર્થીઓને તિથિ ભોજન પ્રસાદ આપવામાં આવશે.
મફતનગર પ્રા.શાળા પરિવાર દ્વારા દામજીભાઈ માતંગ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.








