KUTCHMUNDRA

મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામના પ્રાથમિક શાળા મધ્યે ૭૪માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

૨૬-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- મુન્દ્રા તાલુકાના ગણેશવાળા રતાડીયા પ્રાથમિક શાળા માં પ્રજાસત્તાક દિવસ ની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં સરકારશ્રી ના નિયમ મુજબ ગામની દિકરી સીવાની આર.સોલંકી દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.કૃતિઓ માં ડાન્સ, નાટક,કચ્છી નાટક ભજવાયા હતા ત્યારબાદ પ્રયોગશાળા નો ઉદ્દઘાટન આર.કે.ગોસરા સાહેબ દ્વારા રીબીન કાંપી ખુલ્લો મુકવામા આવેલ આ પ્રસંગે હાઇસ્કુલ ના શિક્ષકો અશ્વિનભાઇ, જીગ્નેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રાથમિકશાળા પરીવાર ના આચાર્ય ધીરુભા ચૌહાણ, ગુસાઇ નિપાબેન , સોનલબેન,ઉર્મિલાબેન, રામી દેવાંગભાઇ, વિક્રમભાઇ, કાસમભાઇ, કરશનભાઇ દ્વારા આયોજન કરવામા આવ્યો હતો બાળકોને દાતાઓ દ્વારા યોગદાન આપવામા આવેલ આ પ્રસંગે ગામ લોકો બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા ફકીરમામદ લુહાર,તસ્લીમ લંગા,સોહિન દેપારા,રીયાઝ કુંભાર, હાર્દિક ગોર,સુનિલ વાઘેલા હાજર રહયા હતા આભારવિધી દેવાંગભાઇએ કરી હતી તેવુ ફકીરમામદ લુહાર (સામાજિક કાર્યકર) અને પ્રકાશભાઈ ઠક્કર ની યાદી મા જણાવાયુ હતુ.

[wptube id="1252022"]
Back to top button