KUTCHMANDAVI

બિદડા ગામમાં મફતનગર પ્રાથમિક શાળા માં સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરેલા પરિવારને તલવાણા પીએચસી સેન્ટર દ્વારા મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.

15-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિદડા કચ્છ.

માંડવી તાલુકાના બિદડા ગામમાં મફતનગર પ્રાથમિક શાળા માં સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરેલા પરિવારને આજ રોજ તલવાણા પીએચસી સેન્ટર દ્વારા મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. સ્થળાંતર કરેલા પરિવારના બે નાના બાળકો ને તાવની દવા આપવામાં આવી હતી અને તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.તલવાણા પીએચસી સેન્ટર ના ડૉ.અમીશીબેન સંઘવી, સુપરવાઈઝર અશ્વિનભાઈ ગઢવી, સુનીલભાઈ,સાવનભાઈ, ધવલભાઈ, કાજલબેન, કિંજલબેન,આશા વર્કર બહેનો, ઉપસ્થિત રહ્યા હતા.અને બિદડા ગામના તલાટી વિનુબા ગીરીવતસિંહ ચૌહાણ, મામદભાઈ લાલોર,તાલુકા પંચાયત સદસ્ય જેક્શનભાઈ સંઘાર,ઉપ સરપંચ ગીરીશભાઈ ગોર, રમેશ મહેશ્વરી, અમીતભાઈ સંઘાર,સામજીભાઈ દનીચા, ઉપસ્થિતિમાં સ્થાળાંતર કરેલા પરિવારને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button