KUTCHMUNDRA

તાલુકા હેલ્થ ઓફિસ મુન્દ્રા,પ્રા.આ.કેન્દ્ર ઝરપરા અને LANDMARK CFS (P) LTD દ્વારા X-ray દ્વારા TB ના નિદાનનો કેમ્પ યોજવામાં આવ્યો. 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા તા-22,એપ્રિલ  : તાલુકા આરોગ્ય અધિકારી મુન્દ્રા,પ્રા.આ.કેન્દ્ર ઝરપરાના મેડિકલ ઓફિસર ડો.મેહુલ બલદાનીયા તેમજ LANDMARK CFS (P) LTD નાં મેનેજીંગ ડાયરેક્ટર ડો. વિશાલ બિસેનનાં માર્ગદર્શન હેઠળ C-19 પ્રોજેક્ટ દ્વારા X-ray દ્વારા TB ના નિદાનનો કેમ્પ લેન્ડમાર્ક CFS ખાતે યોજવામાં આવ્યો. જેમાં કુલ 63 જેટલા વ્યકિતઓના છાતીના X-ray દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું. આ ઉપરાંત 63 થી પણ વધારે વ્યકિતઓના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ની તપાસ પણ કરવામાં આવી. ઉપરાંત 34 વ્યક્તિઓને TT ઇન્જેક્શન આપવામાં આવ્યા. આ કેમ્પમાં પ્રા.આ.કેન્દ્રના ડો. હસનઅલી આગરીયા, ખુશ્બુ અસારી, અનિતા પરમાર, જીજ્ઞેશ પંચાલ, નિકુલ પરમાર, સેવા આપી હતી તેમજ સમગ્ર કેમ્પને સફળ બનાવવા લેન્ડમાર્ક સી.એફ.એસ નાં શ્રી સુધેશ બોલા, શ્રી તારકેશ્વર કુમાર તેમજ શ્રી કિશન જોબનપુત્રાએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં રોટરી કલ્બ ઓફ મુંદરા કોર્પોરેટ તેમજ મારવાડી યુવા મંચ – મુંદરા પોર્ટ બ્રાન્ચનો પણ વિશેષ સહયોગ અને હાજરી રહી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button