આદિપુરુષ ફિલ્મને તેના આ ડાયલોગ્સ ભારે પડી ગયા, સોશ્યલ મીડિયામાં આ ફિલ્મ ભયંકર રીતે ટ્રોલ થઈ

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’એ સોશ્યલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે. ચારેબાજુ માત્ર આ ફિલ્મની જ ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મની રાહ ચાહકો ખુબ લાંબા સમયથી જોઈ રહ્યા હતા, પરંતુ જયારે આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ફિલ્મ જોવા ગયેલા દર્શકોનું કંઈ અલગ જ રીએક્શન જોવા મળ્યું હતું. મહાકાવ્ય ‘રામાયણ’ના પાત્રો અને ઘટનાઓને ફિલ્મમાં ખોટી રીતે બતાવવું ફિલ્મના મેકર્સ ને ભારે પડ્યું હતું જે બદલ દર્શકો ફિલ્મ સામે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. આ ફિલ્મના સંવાદો અને પાત્રોને રજૂ કરવાની રીતથી સોશ્યલ મીડિયામાં આ ફિલ્મ ભયંકર રીતે ટ્રોલ થઈ રહી છે.
આદિપુરુષ ફિલ્મને તેના આ ડાયલોગ્સ ભારે પડી ગયા
1. કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, જલેગી ભી તેરે બાપ કી
2. તેરી બુઆ કા બગીચા હૈ ક્યા જો હવા ખાને ચલા આયા
3. જો હમારી બહનોં કો હાથ લગાયેગા ઉનકી લંકા લગા દેંગે
4. આપ અપને કાલ કે લિએ કાલીન બિછા રહે હૈં
5. મેરે એક સપોલે ને તુમ્હારે શેષનાગ કો લંબા કર દિયા અભી તો પૂરા પિટારા ભરા પડૈ હૈ
આવા ડાયલોગ્સ બદલ આદિપુરુષના ડાયલોગ રાઈટર મનોજ મુન્તશીર ખુબ ટ્રોલ થઇ રહ્યા છે. આ અંગે મનોજનું કહેવુ છે કે તેને જાણી જોઈને આ રીતે રાખવામાં આવ્યો છે જેથી આજના લોકો તેની સાથે કનેક્ટ થઈ શકે. આ વાત સામાન્ય ભાષામાં કહેવામાં આવી છે. મનોજે આગળ કહ્યું કે, અમારે ત્યાં દાદી-નાની જ્યારે સ્ટોરી સંભળાવતા હતા ત્યારે આ જ ભાષામાં સંભળાવતા હતા. આ જે ડાયલોગનો તમે ઉલ્લેખ કર્યો છે તે દેશના મોટા-મોટા સંત આ દેશાના મોટા મોટા કથાવાચકો એવી જ રીતે બોલતા જે રીતે મેં લખ્યા છે. હું પહેલો વ્યક્તિ નથી જેણે આ પ્રકારના ડાયલોગ લખ્યા હોય, આ પહેલાથી જ બોલાતા આવ્યા છે.
આદિપુરુષે હિન્દીમાં લગભગ 50 કરોડથી વધુની કમાણી કરી
ફિલ્મે એડવાન્સ બુકિંગના મામલે ઘણા રેકોર્ડ બ્રેક કરી દીધા હતા. રિલીઝ થયાના પહેલા દિવસે જ આદિપુરુષે હિન્દીમાં લગભગ 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ પ્રકારે પઠાન બાદ આદિપુરુષે હિન્દી ભાષી રાજ્યોમાં સૌથી વધુ કમાણી કરી છે. પ્રભાસની ફિલ્મે બીજી ભાષાઓમાં પણ 50 કરોડની આસપાસ કમાણી કરી લીધી છે. વીકેન્ડ પર આ ફિલ્મ 250 કરોડનો આંકડો પાર કરી લેશે તેવી ધારણા કરાઈ રહી છે.










