
૧૬ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – કચ્છ દ્વારા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ભુજ મધ્યે ધોરણ – ૧૨ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને માટે શુભેચ્છા કાયૅક્રમ કરવામાં આવ્યું
ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા પ્રથમ વખત બોર્ડ ની પરીક્ષા આપનાર ધો. ૧૨ના વિધાર્થીઓનુ શ્રી સ્વામીનારાયણ વિધાલય, ભુજ મધ્યે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ-કચ્છ દ્વારા ધોરણ ૧૨ ની બોર્ડની પ્રથમ વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે સૌ પ્રથમ માં શારદે ની પ્રાર્થના કરી, વિધાર્થીઓનુ ચંદન થી કુમકુમ તિલક કરી, મીઠુ મોઢુ કરાવી, કલમ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.પ્રાથમિક, સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક વિભાગના કાર્યકર્તાઓ જોડાયા હતા. કચ્છ ગ્રાન્ટેડ વિભાગના અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તથા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, સરકારી માધ્યમિક વિભાગના અધ્યક્ષ નયનભાઈ વાંઝા અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી રમેશભાઈ ગાગલ તથા કારોબારી સભ્ય ચેતનભાઇ લાખાણી જોડાયા હતા. સ્વામિનારાયણ વિદ્યાલયના આચાર્ય શ્રી સુરેશભાઇ પટેલ અને સમગ્ર સ્ટાફે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ કચ્છ દ્વારા વિધાર્થીઓ બોર્ડ ની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવવવામાં આવેલ હતા.








