
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
બિદડા આશાનગર મા આવેલા સાર્વજનિક સ્નાન ઘાટની ચારેય બાજુ અને અંદરની સાઈડ મા જંગી બાવળો ઉગી નિકળતા તેમની સફાઈ માંડવી તાલુકાના શિવસેના પ્રમુખ, ઉપપ્રમુખ એ પોતાના સર્વેખર્ચે સફાઈ સાથે સ્નાન ઘાટનુ નવુ રીનોવેશન સાથે પાણીની નવી લાઈન નાખીને કામ પુણ કર્યુ તો બિદડા ગ્રામપંચાયત ગોર નિંદ્રામા સુતેલી રહી.
માંડવી, તા- 22 મે : માંડવી તાલુકાના બિદડા ગામમા સાર્વજનિક સ્નાન ઘાટ જીલ્લા પંચાયતના ૧૩મુ નાણાપંચ વર્ષ-2010/11.મા મંજુર થયેલ તે સ્નાન ઘાટ જીલ્લા પંચાયત ના ૧૩માં નાણાપંચ દ્વારા નવુ બનાવ મા આવેલ તો આ સ્નાન ઘાટ ની અંદર છેલ્લા પાચ થી સાત વર્ષ થી એકદમ ખરાબ હાલત મા તે સ્નાન ઘાટ ની અંદર બાવળો ના મોટા ઝાડ ઉગી નીકળયા હતા તો આવી ગંભીર હાલત મા સ્નાન ઘાટ ની હાલત હોવાથી ત્યા ઉપયોગ કરવાનુ બંદ થઈ ગયેલ આ સ્નાન ઘાટ ની અંદર પાણી પણ નહતુ આવતુ તે આવી હાલત મા બિદડા ગામ ના અને માંડવી તાલુકાના શિવસેના પ્રમુખ અમીતભાઇ સંઘાર તેમજ ઉપ પ્રમુખ કિશનભાઇ સંઘાર દ્વારા સ્વખર્ચે સાફસફાઈ, કરીને પાણી ની લાઈન તેમજ રીનોવેશન કરાવવા માં આવ્યુ તો બિદડા ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામા રહી છે ત્યારે સ્નાન ઘાટ ની અંદર લાઇટ કનેક્શન ના મીટર લગાવા માટે બિદડા ગ્રામ પંચાયત દ્વારા સ્નાન ઘાટ ની મિલકત નંબર વાળુ દાખલાની જરૂર હોવાથી તો બિદડા ગ્રામ પંચાયત પાસે મિલકત નંબર વાળુ દાખલુ લખી આપવા માટે બિદડા ગામ ના તલાટી તેમજ સરપંચ ને રજુઆત કરતા તો બિદડા સ્નાન ઘાટ ની મિલકત નંબર કે કોઈ અન્ય રેકર્ડ નથી મળી રહ્યુ તેવુ તલાટી અને સરપંચ એ જણાવેલ તો બિદડા ગામના જાગૃત નાગરિકોએ સ્નાન ઘાટ ની મિલકત નંબર માટે એક મહીના થી લેખીત રજૂઆત કરેલ છતાંય પણ પંચાયત દ્વારા આજદિન સુધી પુરાવાઓ આપવામા આવતા નથી તો બિદડા ગ્રામપંચાયત ની આવી લીગલ મિલ્કતો ના આધાર પુરાવાઓ ગુમ થઈ જતા હોય તો બિદડા ગ્રામ પંચાયત ની કેટલી બેદરકારી નજર સમક્ષ આવે છે.આવુ ગામના નાગરિકોએ જણાવ્યુ હતુ.








