KUTCHMANDAVI

પીપરી ગામની વાડીમાં તીન પત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત સાત પુરુષને ઝડપી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ.

૧૬ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી તાલુકાના પીપરી ગામના સરપંચ તીનપત્તીનો જુગાર રમતા એલસીબી પોલીસ ના હાથે ઝડપાયા.

એક મહિલા સહિત સાત પુરુષ જુગાર રમતા ઝડપાયા

ભુજ કચ્છ :- પશ્ચિમ કચ્છ ભુજ એલ.સી.બી.ની ટીમ સ્ટાફ સાથે માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એક સચોટ અને ભરોસાપાત્ર ખાનગીરાહે સયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, તલવાણા ગામથી પીપરી ગામ તરફ જતા રોડ પર આવેલ વાડીએ સામજી રામજી સંઘાર રહે.પીપરી તા.માંડવી.વાળો વાડીએ બહારથી જુગારના ખેલીઓ બોલવી જુગાર રમાડે છે અને હાલે જુગાર ચાલુમાં છે, જેથી ટીમ દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતાં આરોપીઓ તીનપત્તીનો જુગાર રમતાં હતાં.અને રેડ દરમિયાન ઝડપાયેલા જુગારીયાઓ એવા. (૧)-સામજી રામજી સંધાર,(ઉ.વ. ૪૩),રહે ગામ પીપરી વાડી વિસ્તાર તા.માંડવી.

(૨)-અશોક રામજીભાઈ સોની,(ઉ.વ.૫૩)રહે આશાપુરા મંદિરની પાછળ, પ્રમુખસ્વામી ગેટ નંબર-ર પાસે ભુજ.

(૩)-ઈબ્રાહિમ ઓસમાણ પઠાણ,(ઉ.વ.૬૩)રહે.પઠાણ ફળીયુ,બાબાગોર દરગાની બાજુમાં ભુજ

(૪)-અનિલ દયાલાલ ઠકકર, (ઉ.વ.૪૭)રહે.હનુમાન મંદિરની બાજુમાં જુની રાવલ વાડી,ભુજ

(૫)-કરશન ખીમજી સંધાર, (ઉ.વ.૪ર) રહે પીપરી તા.માંડવી

(૬)-બળવતસિંહ શીવુભા જાડેજા,(ઉ.વ.૬૬)રહે ભકિતનગર,સવાસર નાકાની બાજુમાં અંજાર-કચ્છ

(૭)-વાલજી ભવાનજી સંઘાર,(ઉ.વ.૪૫)રહેપીપરી તા.માંડવી

(૮)-રક્ષાબેન અવનિશ ઠાકોર,(ઉ.વ.૪૯) રહે મહાકાળી મંદિરની બાજુમાં રઘુવંશીનગર, ભુજ, તીન પત્તી વડે જુગાર રમતા આરોપી ઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ,

(૧)-રોકડા રૂપિયા – ૧, ૧૯,૬૦૦/-

(૨)-હ્યુન્ડાય કંપનની ક્રેડા રજી. નંબર- GJ 12 FC5472 કિંમત રૂ.૯,૦૦,૦૦૦/-

(૩)-હ્યુન્ડાય કંપનની 1-10 GRAND રજી. નંબર- GJ 12 EE 2162 કિંમત,રૂ,૪,૦૦,૦૦૦/-

(૪)-મોબાઇલ ફોન નંગ- ૭, કિંમત રૂા.૩૫,૦૦૦/-

(૫)-ગંજીપાના નંગ- પર, કિ.રૂ. ૦૦/-૦૦/-

પીપરી ગામના સરપંચ નુ ગુનાહિત ઇતિહાસ વાલજી ભવાનજી સંઘાર રહે. પીપળી વાળા વિરૂધ્ધ નોધાયેલ ગુના :-(1). માંડવી પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં. ૬/૨૦૧૪, આઇ.પી.સી. કલમ – ૧૮૬, ૫૦૪ –

(૨)- માંડવી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. પાર્ટ એ ગુ.ર.નં. ૫૬/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૫૪(એ)(એન)૩૭૬(૨,૩૭૭, ૫૦૬(૨)

કરશન ખીમજી સંઘાર રહે પીપરી વાળા વિરૂધ્ધ નોધાયેલ ગુના :-(૧)- માંડવી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૯૦૭/૨૦૨૦. આઇ.પી.સી. કલમ – ૫૦૭

જુગાર રમતા તમામ આરોપીઓ પાસેથી કબજે કરેલ કુલ કિ.રૂ.૧૪,૫૪,૬૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ કોડાય પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે સોપતી એલસીબી પોલીસ ભુજ કચ્છ.

[wptube id="1252022"]
Back to top button