
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી, તા-04 મે : માંડવી તાલુકાના બિદડા મધ્યે ૦૨ માંડવી વિધાનસભાનું અનુસૂચિત જાતિ સંમેલન યોજવામાં આવ્યું હતુ આ સંમેલન સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના બહોળી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવે એ જણાવ્યુ હતુ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરીબ કલ્યાણ યોજનાઓ તેમજ કિશાન માટેની યોજનાઓ જેવી અને યોજનાઓ ભારત ના દરેક વર્ગ ના લોકો માટે આપવામા આવે છે.સાથે કચ્છ મોરબી લોક સભા ના ઉમેદવાર એવા વિનોદભાઈ ચાવડા ને ત્રીજી વખત ઉમેદવાર કરવામાં આવ્યા છે ત્યારે આપણે સૈ ને બહોળી સંખ્યા માં વિનોદભાઈ ના નામ ના કમળ ના ફુલ ના બટન ને દબાવીને મતદાન કરીએ એવી અપીલ કરવામા આવી હતી.સુરેશભાઈ સંઘાર એ જણાવ્યુ હતુ કે તમારા બધાની મહેનત અને તમારી આશિર્વાદ થી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ ભારતના ત્રીજી વાર વડાપ્રધાન બનશે અને તમારા બધા ના આશીર્વાદ છે તેવુ જણાવ્યુ હતુ આ સંમેલનમાં માંડવી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે,પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી,કચ્છ જિલ્લા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી કુંવરબેન મહેશ્વરી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ સંધાર કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો ના પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી.મહામંત્રી શ્રી રવિભાઈ ગરવા.પ્રેમજીભાઈ મંગરીયા કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન શ્રી કેશવજી રોશીયા અને જિલ્લા-તાલુકા સદસ્યશ્રીઓ,જિલ્લા-મંડલ મોરચાના હોદ્દેદારશ્રીઓ,સંરપચશ્રીઓ અને અનુસૂચિત જાતિ સમાજ આગેવાનોશ્રીઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








