ABADASAKUTCH

અબડાસા તાલુકાના ભેદી ગામની દક્ષિણે આવેલ નદી માંથી રેતી ઉપાડવામાં આવી રહી છે.તો ગ્રામજનોએ રેતી ઉપાડવાનો વિરોધ કર્યો.

6-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર :- રમેશ મહેશ્વરી -કચ્છ

અબડાસા કચ્છ :- એક ટ્રક અને ડમ્ફર તથા લોડર જોવા મળ્યા. ગ્રામજનો એ ડમ્ફર ડ્રાઇવરને પૂછ્યું કે આ ડમ્ફર કોના છે તો લોડર ડ્રાઇવર એ જણાવ્યું કે આ ડમ્પર અને લોડર નલીયાના ગનીશેઠ નામના વ્યક્તિના છે. ગની શેઠ નો સંપર્ક સાંધતા તેમને કીધું કે અમારી કાયદેસરની લીજ છે અમારા પાસે પુરાવા છે લોકો ખાલી અમારા ઉપર આક્ષેપો નાખી રહ્યા છે .ટૂંક સમયમાં અમે લિજ ની માપણી પણ કરાવી હતી અમારા ડોક્યુમેન્ટ કોઠારા પોલીસ સ્ટેશનને જમા કરાવેલ છે ત્યારબાદ કોઠારા પોલીસ સ્ટેશન નું સંપર્ક સાંધતા એવું જણાવ્યું કે આ લીજ કાયદેસરની છે.ઉપસ્થિત ગ્રામજનો વિનય રાવલ.ત્રિકમ પરગડુ,નરેન્દ્ર સિંહ જાડેજા, રઘુભા સોઢા,જખરાજજી જાડેજા,હિંમતસિંહ જાડેજા… દીપસંગજી જાડેજા,વિજયસિંહ જાડેજા,જીવુભા જાડેજા,ગુલાબસિંહ જાડેજા. વગેરે લોકો ભેગા થઇ ને રેતીનું ખનન કરતા ખનિજ માફીઓ નું વિરોધ કર્યો હતો.

શું છે સત્ય હકીકત? એ તો તપાસ થાય ત્યારે ખબર પડે કોણ સાચો અને કોણ ખોટું.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.

[wptube id="1252022"]
Back to top button