
૧૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી મેળવી સમાજલક્ષી કાર્યો કરવા માર્ગદર્શન આપ્યું
મુન્દ્રા કચ્છ :- તાજેતરમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3054ના ગવર્નર ડો. બલવંતસિંઘ ચીરાનાજીએ રોટરી ક્લબ ઓફ મુંદરા કોર્પોરેટની મુલાકાત લઈ કલબ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી સમાજલક્ષી સેવાકીય કાર્યો કરવા માર્ગદર્શન આપ્યું હતું. પ્રારંભમાં કલબના મંત્રી સુધેશભાઈ બોલાએ સર્વે મહાનુભાવોને આવકાર્યા હતા. જયારે કલબના પ્રથમ મંત્રી કિશનભાઈ જોબનપુત્રાએ કલબની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ભવિષ્યમાં હાથ ધરનારા પ્રકલ્પો વિશે ગવર્નરને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ગવર્નર ડો. બલવંતસિંઘ સાથે યોજાયેલ બેઠકમાં મુન્દ્રા રોટરી પરિવારના અતુલભાઈ પંડ્યા, નિરજભાઈ અગ્રવાલ, નિતીનભાઈ કેશવાણી, રોહિતસિંહ જાડેજા તથા અન્ય આમંત્રિત સભ્યોએ “ચાય પે ચર્ચા” કરતા લોકજાગૃતિ અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવા હકારાત્મક સૂચનો કર્યા હતા.








