KUTCHMANDAVI

ઉનાળુ વેકેશનની તારીખ તાત્કાલિક જાહેર કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની તંત્રને વિનંતી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

માંડવી, તા-28 એપ્રિલ  : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી, ગાંધીનગર ને ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરવા પત્ર લખવામાં આવેલ છે.

અગાઉ ઉનાળા વેકેશનની જે તારીખ જાહેર કરવામાં આવેલ હતી, તે લોકસભાના ચૂંટણી પર્વને ધ્યાને લઈ સ્થગિત રાખવામાં આવેલ હતી. હાલમાં વેકેશનનો સમય નજીક હોવા છતા હજુ સુધી વેકેશનની તારીખ જાહેર ન કરાતા શિક્ષક મિત્રો પોતાના પારિવારિક, સામાજિક, ધાર્મિક, પ્રવાસ, વગેરેના પૂર્વ આયોજન બાબતે અવઢવમાં છે. વળી, વિધાર્થીઓના પરિણામ અને વર્ગ બઢતીની તારીખની પણ જો સ્પષ્ટતા થાય તો વહીવટી કાર્યમાં સરળતા રહે અને શિક્ષકો ચોક્કસ આયોજન કરી શકે તેવા હેતુથી તાત્કાલિક ઉનાળા વેકેશન વિષે સ્પષ્ટતા કરવામાં આવે તેવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે તંત્રને વિનંતી કરેલ છે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.

[wptube id="1252022"]

One Comment

  1. **mitolyn reviews**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button