BHUJKUTCH

ગુરુ ગૌરવ” એવોર્ડ મળતા શ્રી ભુજ તાલુકા પં.પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળી વતી સન્માનિત કરાયા.

૬-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ભુજ – કચ્છના પ્રાચાર્ય, જાણીતા કટાર લેખક અને સંશોધક શ્રી સંજયભાઈ ઠાકર સાહેબને તાજેતરમાં ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા પ્રેરિત સાંદિપની ગુરુકુળ પોરબંદર દ્વારા “ગુરુ ગૌરવ” એવોર્ડ મળતા શ્રી ભુજ તાલુકા પં. પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળી વતી તેમનું પુષ્પગુચ્છ, શાલ,પાઘડી અને ગિફ્ટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મંડળીના માનદમંત્રી હરિસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભાવેશ મોતા, ઇન્ટરનલ ઓડિટર નયનસિંહ જાડેજા અને દાતા પ્રવિણભાઈ ભદ્રા ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button