KUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આષૅ કુટીર મધ્યે સદગુરુ પ્રદિપ્તાનંદજીની નિશ્રામાં ગુરુવંદના કાયૅક્રમ યોજાયો.

23-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- સમગ્ર ભારતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર વર્ષે જુલાઈ માસ માં ગુરુવંદના કાયૅક્રમ યોજવામાં આવે છે. આ ભારતીય સંસ્કૃતિની ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ગુરુવંદના કાયૅક્રમને આષૅ કુટીર, માધાપર મધ્યે સદગુરુ સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીની નિશ્રામાં આ પાવન પ્રસંગ ઉજવવામાં આવેલ હતો. આ કાયૅક્રમની શરૂઆત માં શારદે વંદના થી કરવામા આવેલ હતી. ત્યારબાદ શાબ્દિક સ્વાગત તેમજ સંસ્થા પરિચય ભુજ તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંવર્ગ અધ્યક્ષ શ્રી શામજીભાઈ કેરાશિયા દ્વારા કરવામા આવેલ હતો.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજ્ય વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ખેતશીભાઈ ગજરાએ સંગઠન ગતિવિધિઓથી શિક્ષકોને માહિતગાર કર્યા હતા.પ્રસંગોચિત ઉદબોધન કચ્છ જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામા આવેલ હતુ. ત્યારબાદ મુખ્ય વક્તા અને આષૅ કુટીરના અધ્યક્ષ સદગુરુ સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી એ ગુરુ-શિષ્ય સંબંધને આદ્યાત્મિક દ્રષ્ટિકોણથી સદ્રષ્ટાંત સમજાવી ગુરુ પ્રત્યે શ્રધ્ધાભાવ તેમજ સંપૂર્ણ શરણાગતિના ભાવ સાથે તેમની નિશ્રામાં જવામાં આવે તો શિષ્ય ગુરુજ્ઞાન ને અર્જીત કરી શકે છે. આ કાયૅક્રમમાં ભુજ તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ શ્રી નયનભાઈ વાંઝાએ કરેલ હતી. ગુરુવંદના કાયૅક્રમની પૂર્ણાહુતિ કલ્યાણ મંત્ર દ્વારા ક્ચ્છ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંવર્ગ મહામંત્રી શ્રી રમેશભાઈ ગાગલ દ્વારા કરાઇ હતી. આ તકે સ્વામી શ્રી પ્રદીપ્તાનંદજી દ્વારા તેમના આશ્રમમાં અલ્પાહારની વ્યવસ્થા રાખવામા આવેલ હતી અને તેઓ શ્રી દ્વારા દરેક શિક્ષક મિત્રોને પ્રસાદ સ્વરુપે ભેંટ રુપે ભગવદ્ ગીતા નુ પુસ્તક આપવામા આવેલ હતુ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button