KUTCHRAPAR

રામવાવના પરીવારને પોતાનું મકાન મળતા ભાડામાંથી મળ્યો છુટકારો.

17-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

રાપર કચ્છ :- રાપર તાલુકાના રામવાવના રહેવાસી માદેવા વાલા વરચંદ જણાવે છે કે, ગામમાં પોતાનું મકાન ન હોવાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર હતા. એક તરફ મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવવા સાથે ભાડાની રકમ ભરવી ભારે કઠીન થતી હતી. પરંતુ લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમલી યોજના અન્વયે અમને પાકું મકાન મળતા હાલ અમારી સર્વે મુસીબતનો અંત આવી ગયો છે. માદેવાભાઇ ઉમેરે છે કે, ગરીબ સ્થિતિમાં મકાન બનાવવું મારા માટે અશક્ય હતું ત્યારે ગામમાં જ પોતાનું પાકું મકાન બની જતાં બાળકોને પણ શિક્ષણનો લાભ મળ્યો છે. આ યોજનાથી અમારું તથા અમારા બાળકોનું જીવન ધોરણ ઉચું આવ્યું છે. અમારા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરી શક્યા છીએ. અમો આ યોજના દ્વારા સરકારશ્રીના ખુબ જ આભારી છીએ.

[wptube id="1252022"]
Back to top button