વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ.
અંજાર, તા-31મે : ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજાર દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમની તાલીમ અપાય છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ એનસીવીટી અને જીસીવીટી સર્ટિફિકેટ મેળવીને સરકારી નોકરી, ખાનગી કંપનીમાં નોકરી મેળવી શકાય છે. તેમજ તાલીમબધ્ધ કુશળ કારીગર હોવાથી સ્વરોજગારી દ્વારા પણ આવક મેળવી શકાય છે.આઇ.ટી.આઇ કરેલા તાલીમાર્થીઓને અગ્નિવીર જેવી કેન્દ્ર સરકારની યોજનામાં વધારાના માર્કસમાં આપવામાં આવે છે. ધો.૧૦ પછી બે વર્ષનો કોર્ષ કરેલા તાલીમાર્થીઓ ધોરણ ૧૨ની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરી ધોરણ ૧૨ પાસ સમકક્ષ સર્ટિફિકેટ મેળવી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા ૧૩/૦૬/૨૦૨૪ છે. અન્ય વિગત માટે ૦૨૮૩૬- ૨૪૬૫૧૦ ઉપર સંપર્ક કરી શકાશે. પ્રવેશ ઇચ્છુક તમામ ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારની રૂબરૂ મુલાકાત લઇ એડમિશન અંગેની પ્રક્રિયા કરી લેવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અંજારની અખબારીયાદીમાં જણાવાયું છે.