
તા ૨૦.૦.૩.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ તાલુકાના વરોડ મુકામે પ્રકૃતિ પ્રેમી દ્વારા ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યા
આજે 20 મી માર્ચ વિશ્વ ચકલી દિવસ,નિમિતે વરોડ પ્રાથમિક શાળામાં પ્રકૃતિપ્રેમી,પક્ષી પ્રેમી શિક્ષક અલ્કેશ વૈરાગી દ્વારા ચકલી ઘરની વિદ્યાર્થી ઓને વિતરણ કરવામાં આવ્યું.વિદ્યાર્થી ઓ પક્ષી પ્રેમી હોય છે.
ચકલીના રક્ષણ-સંવર્ધન માટે ઈ.સ. 2010થી થતી ઉજવણી : જીવદયા ઘર સહિત સંસ્થાઓ કરે છે. ચકલી જાતે માળો બનાવતી નથી તેથી વિતરણ જરૂરી છે , ઉનાળામાં પ્રાણી-પંખીઓને પીવાના પાણીની પણ જરૂર છે
બાલ્કનીના અભાવ, હવા માટે બારીઓને બદલે લાગતા એરકન્ડીશનરના પગલે ગત વર્ષોમાં નાનકડા પ્યારા પંખી ચકલીઓ ગાયબ થતી જતા તા. 20 માર્ચ 2010થી ઉજવાતો વિશ્વ ચકલી દિવસ છે.
[wptube id="1252022"]