

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતીની સાથે વૃક્ષ પાલન કરી આવક મેળવે
************
હિંમતનગર તાલુકાના ખેડૂતોને ઘરે બેઠા સરગવાના રોપા મળશે
************
સાબરકાંઠા જિલ્લાના સમાહર્તાશ્રી નૈમેષ દવે સાથે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ જીતુભાઈએ બેઠક કરી વૃક્ષારોપણ અંગે ચર્ચા કરી હતી.
સાબરકાંઠા જિલ્લાના સમાહર્તાશ્રી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ બેઠકમાં આ ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ અને વાવેલા વૃક્ષોનું જતન થાય તે અંગે ચર્ચા કરી હતી. જેમાં જિલ્લા સમાહર્તા શ્રીએ જિલ્લામાં ૫૧ લાખ વૃક્ષોનું વાવેતર કરવા માટે જણાવ્યું હતું. તેમજ આ વાવેલા વૃક્ષોનું ત્રણ વર્ષ સુધી જતન કરવા અંગે ચર્ચા કરી ૧00% રિઝલ્ટ મળે તે માટે સાબરડેરી નો સહયોગ લેવો તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ના લોકો પણ સહયોગ કરી જિલ્લાને અને ગુજરાતને હરિયાળુ બનાવવા પ્રયત્ન કરે તેવી અપીલ કરી હતી.
ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ એ હિંમતનગર તાલુકાના ખેડૂતો માટે એક લાખથી વધુ સરગવાના છોડવાઓનું વિતરણ કરવા માટે તૈયારી દર્શાવી જણાવ્યું કે, જે પણ ખેડૂત પોતાના ખેતરના શેઢા ઉપર સરગવાના વૃક્ષ વાવવા અને ઉછેરવા માંગતા હોય તેને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ના લોકોનો સંપર્ક કરે અને તેમની જરૂરિયાત પ્રમાણે સરગવા નોંધાવી શકશે. આ સંસ્થાના લોકો જે તે ગામે જઈ આ સરગવા નું વિતરણ કરશે. સરગવાનો ઉછેર કરી વૃક્ષારોપણમાં તો લાભ થશે જ સાથે ખેડૂતને આર્થિક લાભ પણ થશે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, સાબરકાંઠા વન વિભાગનાં ડી.એફ.ઓ શ્રી તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ કમાન્ડો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા



