KUTCHMANDAVI

દુર્ગાપુર(નવાવાસ) ગામમાં બંધ હાલતમાં પડેલ મકાન માંથી.૧,૯૨,૩૦૦ – રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી માંડવી પોલીસ

૮-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

માંડવી કચ્છ :- માંડવી પોલીસ સ્ટેશનના ઇ.પો.ઈન્સ. એ.સી.પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ પોલીસ સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, લીસ્ટેડ બુટલેગર હુશેન ઉર્ફે હુસેની સલીમ શેખજાદા તથા અશલમ ઉર્ફે સુલતાન આદમ શેખજાદા રહે બંને, દુર્ગાપુર (નવાવાસ) વાળાઓ દુર્ગાપુર(નવાવાસ) ગામે મુસ્લીમ ફળીયામાં,જૈન બોર્ડીંગ પાછળ આવેલ બંધ હાલતમાં પડેલ મકાનમાં ગે.કા.રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂ જથ્થો રાખેલ છે. જે બાતમી હકીકતથી ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો,Mc Dowell’s No1 ની બોટલ નંગ-૨૬૪ કી.રૂા.૯૯૦૦૦/-,Mc Dowell’S No1 ની હાફ ક્વાટર(બોટલ) નંગ-૧૪૪ કી.ગ્ન,૨૧૬૦૦/-,ROYAL STAG SUPERIOR WHISKY ની બોટલ નંગ-૧૦૮ કી.રૂા.૪૩૨૦૦/-,ROYAL STAG SUPERIOR WHISKY ની ક્વાટર(બોટલ) નંગ-૧૨૦ કી.રૂ.૨૪૦૦૦/-,BLUE MOON, ELITE VODKA ની બોટલ નંગ-૧૨ કી.રૂ. ૪૫૦૦/-,કુલ્લ મુદામાલ કી.રૂા. ૧,૯૨,૩૦૦/- નું મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરતી માંડવી પોલીસ.

[wptube id="1252022"]
Back to top button