
૪-સપ્ટેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ :- માંડવી પોલીસ મથકના પીઆઈ .એ.જે.ચૌહાણ નાઓની સુચનાથી પોલીસ સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા શીરવા ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા ને એક સચોટ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, શીરવા ગામની સીમમાં દિપ અશોક દામાની ચોકોસી નામની વાડીમાં ઓરડીની બાજુમાં અમુક ઇસમો જાહેરમા ગોળ કુંડાળુ કરી લાઇટના અજવાળે ગંજી પાના વડે તીન પતીનો રુપીયાની હારજીતનો જુગાર રમે છે તેવી સચોટ ભરોસા લાયક બાતમી હકીકત મળેલ જેથી તુરંત હકીકત વાળી જગ્યા પર વર્કઆઉટ કરી સદર બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા ઇસમો,(૧) મેહુલ મંગલદાસ ભાનુશાલી(ઉ.વ.૩૭),(૨) પ્રતીક નવીનભાઇ ભાનુશાલી(ઉ.વ.૩૬),(૩) અમીત દયાલજી ભાનુશાલી(ઉ.વ.૩૭),(૪) હિરેન ભરત દામા (ઉ.વ.૩૫),(૫) નીતીન કાનજી ભાનુશાલી (ઉ.વ.૩૩),(૬) કિશોર કાન્તીલાલ ભાનુશાલી(ઉ.વ.૩૬),(૭) દિપ અશોક દામા(ઉ.વ.૩૫),(૮) ગોરીકરણ દિપકભાઇ ભાનુશાલી(ઉ.વ.૨૪),(૯) જેકી કાનજી ભદ્રા (ઉ.વ.૩૮),(૧૦) લવ પ્રફુલ ગોરી(ઉ.વ.૩૦),(૧૧) હિરેન દિપકભાઇ ગોરી (ઉ.વ.૨૭) રહે તમામ ગામ-શીરવા તા.માંડવી કચ્છ, જુગાર રમતા આરોપીઓ પાસેથી ઝડપી પાડેલાં મુદામાલ,(૧) રોકડા રૂપીયા ૧૧,૩૦૦/-,(૨) મોબાઇલ નંગ-૧૧ જેની કિ.રૂ.૩૭,૦૦૦/-,(૩) ગજીપાના નગ-પ૨ જેની કિ.રૂ.૦૦/૦૦,એમ કુલ્લે રૂ, ૪૮,૩૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડીને જુગાર રમતા ઇસમોને પકડી પાડી ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરતી માંડવી પોલીસ.








