ગાંધીધામના મીઠીરોહર માં ઘરમાં રાખેલ સાબુ તેલ/પામ તેલનો ગેરકાયદેસર નો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

૪-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ.જાડેજા. નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત આધારે મીઠીરોહર આહીર વાસ, હનુમાનજીનાં મંદિરની બાજુમાં આરોપીએ પોતાના મકાનનાં રૂમમાં સાબુતેલ તથા પામતેલ નો સંગ્રહ કરેલ જથ્થો મળી આવતા સી.આર.પી.સી. કલમ- ૧૦૨ મુજબ કબ્જે કરી તથા હાજર મળી આવેલ ઇસમ માવજીભાઈ બીજલભાઈ બાબરીયા (આહીર)-ઉ.વ.૩૭,રહે.મ.નં. ૩૬૭,આહી૨વાસ,મીઠીરોહર તા.ગાંધીધામ.વાળાને ૪૧(૧)ડી તળે અટકાયત કરી અને કુલ મુદામાલ પામતેલ ૭૫ લિટ૨ કિ.રૂ. ૬૮,૨૫૦/-સાબુતેલ ૧૫૨૫ લિટ૨ કિ.રૂ. ૯૯,૧૨૫/-મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/-, કુલે કિ.રૂ.૧,૭૨,૩૭૫ મુદ્દામાલ કબજે કરી ને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશનમાં સોપવામા આવેલ છે.








