BHUJKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ જિલ્લા ટીમ દ્વારા કચ્છ જિલ્લા ભાજપ નવનિયુક્ત અધ્યક્ષનું બહુમાન કરવામાં આવ્યું.

9-જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ જિલ્લા ટીમના પ્રાથમિક-માધ્યમિક સંવર્ગો દ્વારા ભારતીય જનતા પાર્ટી- કચ્છ ના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી દેવજીભાઇ વરચંદ ની શુભેચ્છા મુલાકાત લઈ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.આ તકે કચ્છ જિલ્લા પ્રાથમિક અધ્યક્ષ- રામસંગજી જાડેજા, મહામંત્રી- રમેશભાઇ ગાગલ, સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા, સહ મંત્રી કાંતિભાઇ રોઝ,ઉપાધ્યક્ષ જુવાનસિંહ સોઢા,પ્રહલાદભાઈ ગલચર,શામજીભાઈ વરચંદ,રસિકભાઈ પરમાર, રઘુભાઈ વસોયા, મયુરભાઈ પટેલ,ભરતભાઇ ધરજીયા તેમજ તમામ તાલુકાઓ ના હોદ્દેદારશ્રીઓ, માધ્યમિક સરકારી અધ્યક્ષ- નયનભાઈ વાંઝા, માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ- અલ્પેશભાઈ જાની, ઉપાધ્યક્ષ- સુનિલભાઇ મહેશ્વરી તેમજ કોષાધ્યક્ષ- કીતિઁભાઇ પરમાર જોડાયા હતા.નવનિયુક્ત ભા.જ.પા. અધ્યક્ષ શ્રી દેવજીભાઇ વરચંદનું ભારત માતાની છબી, સાલ, રાષ્ટ્રવાદી પુસ્તકો વડે અભિવાદન સહ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.

[wptube id="1252022"]
Back to top button