KUTCHMUNDRA

ઝુરા કન્યા શાળામાં આનંદ મેળાની ઉત્સાહ પૂર્વક ઉજવણી.

૨૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- બાળકોમાં અભ્યાસની સાથે- સાથે બાહ્ય અને વ્યવહારુ જ્ઞાન, સમજ શક્તિ, નફો – નુકશાન, ચીવટતા જેવા ગુણો વિકસે તે હેતુસર ભુજ તાલુકાની ઝુરા પ્રા. કન્યા શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ તુષાર ભાનુશાલી, તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા મામદ રહીમ જત, રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, રાજ્ય પ્રતિનિધિ રાણાજી જાડેજા, લોરિયા ગૃપ આચાર્ય હેતલબેન પરમાર સહિતના અગ્રણીઓ દ્વારા રીબીન કાપી અને દીપ પ્રાગટ્ય કરી આનંદ મેળાને ખુલ્લો મુકાયો હતો. આનંદ મેળામાં આકર્ષણ રૂપ વિવિધ ખાણી -પીણી ઉપરાંત ગેમ ઝોન, સ્ટેશનરી, કટલેરી વગેરેના સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેનું સંચાલન શાળાની બાળાઓએ સંભાળ્યું હતું. બાળકોના ઉત્સાહને વધારવા માધ્યમિક શાળાના ઉપ આચાર્ય સંજયભાઈ, કુમાર શાળાના આચાર્ય જયશ્રીબેન મકવાણા, એસ.એમ.સી. અધ્યક્ષ મેઘજી ભદ્રુ, ભોજરાજજી તુંવર, રાજેન્દ્રસિંહ જાડેજા , યુવા અગ્રણી જાન મામદ લુહાર ઉપરાંત બહોળી સંખ્યામાં વાલી ગણ એસ.એમ.સી.સભ્યો, ગ્રામજનો , ગામની ઉચ્ચતર માઘ્યમિક અને પ્રા.કુમાર શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન શાળાના મુખ્ય શિક્ષક નૈનિતાબેન મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાળાના ઉત્સાહી શિક્ષકો નારણભાઈ, વર્ષાબેન, ભૂમિબેન, કાશ્મીરાબેન, સરલાબેન અને નેહાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવા દિલીપસિંહ તુંવર, લક્ષ્મણસિંહ જાડેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button