
૧૧-માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
“બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત મુન્દ્રા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ સ્પર્ધાઓ યોજી કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી.
મુન્દ્રા કચ્છ :- આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત મુન્દ્રા તાલુકાની 14 આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ સ્પર્ધાઓ યોજી કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જેમાં સારસ્વતમ સંસ્થા સંચાલિત આઈ.સી.ડી.એસ. વિભાગના મુન્દ્રા-3 અને મુન્દ્રા-6 કેન્દ્રમાં મેડીકલ કેમ્પ યોજી કિશોરીઓની હિમોગ્લોબીન અને આરોગ્યની તપાસ, રામાણીયા-2, ટુન્ડા અને લુણી-1 કેન્દ્રમાં પોષણલક્ષી સેમીનાર, મુન્દ્રા-2, પાવડીયારા અને પ્રાગપર-2 કેન્દ્રમાં વાનગી નિદર્શન તેમજ ભુજપર-4, કાંડાગરા-2 અને મોટા કપાયા-1 કેન્દ્રમાં કિશોરીઓ માટે નિબંધ સ્પર્ધા તથા નવીનાળ અને બારોઇ-1 કેન્દ્રમાં કિશોરીઓને કૌશલ્ય વર્ધક સમજણ તેમજ સાડાઉ-1માં પૂર્ણા કીટ દ્વારા પોષણના ફાયદાનું ચાર્ટ દ્વારા માર્ગદર્શન જેવા કાર્યક્રમો યોજી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમોમાં ઘટકના ઈન ચાર્જ સી.ડી.પી.ઓ. આશાબેન ગોર તથા સુપરવાઈઝર હીનાબેન પટેલ, ધ્વનીબેન ગોર અને જ્યોતિબેન સુમ્બળ, આંગણવાડી વર્કર – હેલ્પર બહેનો તેમજ ગ્રામ્ય કક્ષાના આગેવાનો અને વાલીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.








