
૨ – એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- તાજેતરમાં ઝરપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ માસિક રીવ્યુ મિટિંગમાં જિલ્લા કક્ષાએથી આવેલા માહિતી, શિક્ષણ અને પ્રચાર – પ્રસાર અધિકારી બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કર દ્વારા વિવિધ કાર્યક્રમોને અનુલક્ષીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સર્વિસની સાથે સેવાક્ષેત્ર સાથે સંકળાયેલ કર્મચારીઓને યોગ અને મેડિટેશન દ્વારા રોગ મુક્તિની સમજણ આપતા દર મહિને વિવિધ દિવસોને ઉજવણી સાથે સાંકળી લઈને જન જાગૃતિ દ્વારા લોકોની સુખકારીમાં કેવી રીતે સુધારો લાવી શકાય એની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. યસ ઘેટીયા દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સાથે આયુષ તબીબ ડો. રુચિતાબેન ધુઆ અને કેન્દ્રના સમગ્ર સ્ટાફ દ્વારા તાજેતરમાં બદલી પામેલ કેન્દ્રના સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કરને શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી હતી.