BHUJKUTCH

વાવાઝોડાની ગંભીર સ્થિતિમાં ગુજરાત સરકારે મને હોસ્પિટલ સુધી પહોંચાડતા સફળ ડિલીવરી થઇ શકી.

૧૪-જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

આપત્તિની સ્થિતીમાં સર્ગભા માતાઓની કરવામાં આવતી કાળજી થકી કોઇપણ મુશ્કેલી વગર આજે મારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે.

ભુજ કચ્છ :- કચ્છમાં બિપરજોય વાવાઝોડાની તોળાતી ઘાત વચ્ચે ખાસ કરીને પ્રસુતા મહિલાઓની ખાસ સારસંભાળ અને તેઓને સલામત સ્થળે ખસેડવા સરકારના આદેશના પગલે કચ્છનું વહીવટીતંત્ર કામગીરી કરી રહ્યું છે. ત્યારે ૯ માસની સર્ગભા મહિલાને ભારે પવન અને વાવાઝોડાની સ્થિતિ વચ્ચે રસલીયા ગામથી ભુજની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયા રાત્રે તેમણે બાળકીને જન્મ આપ્યો હતો.નખત્રાણા તાલુકાના રસલીયા ગામના કૈલાશબા ગનુભા જાડેજાને સર્ગભા અવસ્થાના ૯ માસ પૂર્ણ થતા હોવાથી ગમે ત્યારે પ્રસુતિ થઇ શકે તેવી સ્થિતિ હતી. કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે પવન અને વરસાદની સ્થિતિમાં કૈલાશબા મુશ્કેલીમાં મુકાઇ શકે તેમ હોવાથી પરિસ્થિતિને પારખીને ગઇકાલે બપોરે આંગણવાડી કાર્યકરોએ સર્ગભા મહિલાને તત્કાલ અસરથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભુજની સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરાવ્યા હતા. જયાં રાત્રે ૯.૩૦ કલાકે લક્ષ્મી સ્વરૂપ બાળકીનો જન્મ થતાં પરીવારમાં ખુશીનું મોજું ફેલાયું હતું. આ અંગે કૈલાશબા જાડેજાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની સ્થિતમાં છેલ્લા દિવસો હોવાથી ગમે ત્યારે પ્રસુતિ થઇ શકે તેમ હોવાથી પરીવાર ચિંતામાં હતો. પરંતુ અમારી ચિંતા સરકારે દુર કરીને સામેથી સારસંભાળ સાથે ખુદ હોસ્પિટલ પહોંચાડતા સુખરૂપ અવસ્થામાં કોઇપણ સમસ્યા વગર બાળકીનો જન્મ થઇ શકયો હતો. હું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા કલેકટરશ્રી અમિત અરોરાનો ખાસ આભાર માનૂ છું કે તેમણે વાવાઝોડાની ગંભીર સ્થિતિમાં પણ પ્રસુતા બહેનોની સારસંભાળ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે.

[wptube id="1252022"]
Back to top button