GANDHIDHAMKUTCH

ગાંધીધામ તાલુકામાં P.S.E ( પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) માં ગળપાદર ગામની શ્રી ગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળાના ધોરણ-6ના બે બાળકો મેરીટમાં આવ્યા

31 માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- દર વર્ષે ગુજરાત રાજ્યમાં ધોરણ – 6 માં P.S.E ( પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) ની પરીક્ષા યોજવામાં આવે છે. જેમાં ગાંધીધામ તાલુકામાંથી માત્ર 5 બાળકો મેરીટમાં લેવાના હોય છે. અને આ P.S.E ની પરીક્ષામાં મેરીટમાં આવતા બાળકોને સરકાર શ્રી તરફથી વર્ષના 6500/- રૂપિયા એમ 3 વર્ષ સુધી આ રૂપિયા મળે છે. એમ આ P.S.E ની પરીક્ષામાં મેરીટમાં આવનાર બાળકને 3 વર્ષમાં કુલ 19500/- રૂપિયા સરકાર શ્રી તરફથી મળે છે.એમ આ વર્ષે 2002/23 માં ગાંધીધામ તાલુકામાંથી આશરે 500 થી વધારે બાળકોએ આ P.S.E ની પરીક્ષા આપી હતી. તેમાંથી ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામની શ્રી ગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળાના 27 બાળકોએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 27 માંથી 27 બાળકોએ આ પરીક્ષા પાસ કરી હતી. પરંતુ ગાંધીધામ તાલુકા માંથી કુલ 5 બાળકો મેરીટમાં લેવાના હોવાથી તેમાંથી પ્રથમ 5 બાળકોમાં ગળપાદર ગામની સરકારી પ્રાથમિક શાળા શ્રી ગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળાના 2 બાળકો, ઓમ વિદ્યામંદિર ઇફકો પ્રા.શાળાના 2 બાળકો, અને એચ.કે.વી. પ્રા.શાળાનો 1 બાળક. એમ કુલ પ્રથમ 5 નંબરના બાળકો મેરીટમાં આવ્યા છે.તેમાંથી ગાંધીધામ તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાંથી માત્ર એકજ શાળાના બે બાળકો મેરીટમાં આવ્યા છે. જેમાં

(1).- અનંત શ્રવણભાઈ ઠક્કર.

(2). – ખુશ્બુ ધરમગર ગુંસાઈ

આ બે બાળકો P.S.E. (પ્રાથમિક શિષ્યવૃત્તિ ની પરીક્ષા)પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ ઉતીર્ણ થઈ મેરીટમાં સ્થાન મેળવી શ્રી ગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળાનું, પોતાના માતા – પિતાનું, પોતાના સમાજનું અને ગળપાદર ગામનું નામ રોશન કરવા બદલ અને ગૌરવ વધારવા બદલ શ્રી ગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળા પરિવાર હર્ષની લાગણી સાથે તમામ બાળકોને અભિનંદન પાઠવે છે તેમજ આમ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી ગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button