DAHOD

સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું

તા.૦૭.૦૭.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું

સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય કાર્યરત છે. જેમાં કેજી 1, કે. જી 2 તેમજ ધોરણ 1 થી 8 સુધીના વર્ગો કાર્યરત છે. આ શાળામાં વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. અભ્યાસની સાથે સાથે સંસ્કારનું ઘડતર કરવામાં આવે છે. અભ્યાસની સાથે સાથે રમત ગમત તેમજ સહઅભ્યાસિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણાએ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આ. શિ શ્રી અશ્વિનભાઈ સંગાડા દ્વારા પુસ્તકોનું મહત્વ અને જાળવણી વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button