
15-મે
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
માંડવી કચ્છ :- શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિંદુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વની યુવા પેઢીને જાગૃત કરવા હનુમાનજી મહારાજની મહાકાય 11 ફૂટની પવિત્ર ગદા સાથે હિંદુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા માંડવી આવી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગર શાખા અને સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા ભવ્ય સ્વાગત સાથે પૂજન કરવામાં આવ્યું હતું.અપરા એકાદશીના પવિત્ર દિવસે સમુદ્ર કિનારે આવેલા માંડવી નગર કે જ્યાં એક સમયે દેશ – વિદેશના જહાજો વેપાર ઉદ્યોગ અર્થે ધમધમતા અને મોટી સંખ્યામાં શહેરમાં આવેલા હિન્દુ મંદિરોમાં સનાતન સાંસ્કૃતિક પ્રવૃતિઓ આજે પણ અવિરત જોવા મળે છે એવા માંડવીના સ્વામિનારાયણ મંદિરે રથ યાત્રા આવી પહોંચતા મહંત સદગુરૂ દેવકૃષ્ણદાસજી અને વડીલ સંતશ્રી હરીદાસજી, મંડળનાં સર્વે સંતો – મહંતો સાથે વિશ્વ હિન્દુ પરિષદ માંડવીના કાર્યકારી અધ્યક્ષ અજયભાઈ આસોડિયા, ઉપાધ્યક્ષ હેમાંગભાઈ કાનાણી, રામભાઈ જોશી, બજરંગદળના સંયોજક કલ્પેશસિંહ, ગૌરક્ષા સંયોજક નિતિનભાઈ જોશી, સાળંગપુરના સંયોજક સંજયભાઈ ગોસ્વામી સહિત બહોળી સંખ્યામાં પધારેલ સત્સંગીઓ દ્વારા પવિત્ર ગદાનું ભવ્ય સ્વાગત સાથે પૂજન કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ અંગેની સમજણ સાથે તંદુરસ્ત સમાજની રચનાના ઉદ્દેશ સાથે પ્રસ્થાન કરવામાં આવેલ સનાતન જ્યોત યાત્રા રથ 11 રાજ્યો, 11,111 કિલોમીટરનું અંતર કાપી 111 પ્રસિદ્ધ તિર્થધામમાંથી પસાર થયા બાદ દિલ્હી પહોંચશે અને કાયમ માટે રામમંદિરે 11 ફૂટની પવિત્ર ગદાનું પૂજન કરવામાં આવશે જેનો અનેરો મહિમા સંતો દ્વારા હરિભક્તોને સમજાવવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંકલન વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગરના સત્સંગ પ્રમુખ નિર્મલકુમાર આસોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.








