BHUJKUTCH

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે માનકુવા ખાતે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સંચાલિત ફૂડ પેકેટ કેન્દ્રની મુલાકાત લીધી.

૧૫-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

અનેક સેવાભાવી સંસ્થાઓ વહીવટીતંત્રને ફૂડ પેકેટ બનાવીને આપી રહી છે સહયોગ.

ભુજ કચ્છ :- રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ભુજ તાલુકાના માનકુવા ખાતે ભકિતનગર લેઉઆ પટેલ સમાજ દ્વારા સંચાલિત ફૂડ પેકેટ સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં ૨૫ જેટલા સ્વયંસેવી ભાઈ બહેનો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા લગભગ ૫૦૦૦ જેટલા બુંદી ગાંઠિયાના ફૂડ પેકેટ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે તેમજ જરૂર પડ્યે અન્ય ૫૦૦૦ જેટલા ફુડ પેકેટ તૈયાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીશ્રીએ સ્વયંસેવકો સાથે વાતચીત કરી ફૂડ પેકેટનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, તાલુકા પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, માનકુવા સરપંચશ્રી રમેશભાઈ ભૂડીયા, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, સામાજિક આગેવાનશ્રી ખીમજીભાઈ પિંડોરિયા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button