BHUJKUTCH

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરીયાએ બિપરજોય વાવાઝોડાની રિયલ ટાઈમ સ્થિતિની સમીક્ષા કરી.

૧૫-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

મંત્રીશ્રીઓએ કચ્છ કલેકટર ઓફિસના કંટ્રોલ કમાન્ડર સેન્ટરના અધિકારીશ્રીઓ‌ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી.

ભુજ કચ્છ :-આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરીયા કચ્છ કલેકટર કચેરી ખાતે કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતે સતત હાજર છે. તેઓએ સ્થાનિક વહીવટી તંત્ર અને કેન્દ્રીય બચાવ એજન્સીઓના શીર્ષ અધિકારીઓ સાથે બિપરજોય વાવાઝોડાની પ્રવર્તમાન પરીસ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ, પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ, બી.એસ.એફ, એરફોર્સ તેમજ હવામાન ખાતાના અધિકારીશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓએ વિગતવાર જાણકારી મેળવી હતી. આ દરમિયાન અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ અને પ્રભારી સચિવશ્રી હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button