KUTCHMANDAVI

વાવાઝોડા સામે સરકારની પૂર્વ તૈયારી અને લોક જાગૃતિએ વિનાશ ને રોક્યો – સાંસદ વિનોદ ચાવડા.

19-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી કચ્છ :- બિપોરજોય’ વાવાઝોડા સંદર્ભે સરકારશ્રી ની અગમચેતી સરકારી તંત્ર ની સજાગતા અને જનતા જનાર્દન ની જાગૃતતા થી વિનાશક વાવાઝોડા થી આપણે જાનહાની થી તો બચી શક્યા છીયે પણ પશુધન ની ખુવારી અને ખેતીને તથા બાગાયત પાકોને થયેલ નુકશાન ખુબજ હોઇ લોકોને તાત્કાલિક સહાય વિતરણ થાય માટે અધિકારીઓને સુચના તથા અસરગ્રસ્તો ની મુલાકાતે કચ્છ નાં સાંસદ તથા પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડા માંડવી અને મુન્દ્રા તાલુકાનાં વિવિધ ગામોની મુલાકાત લીધી હતી.

માંડવી વિસ્તાર માં આવેલ જી.આઈ.ડી.સી. એકમની મુલાકાત લઈ નુકશાની નો તાગ મેળવ્યો હતો. માંડવી તાલુકાનાં રત્નાપર, મઉ, મકડા વાડી વિસ્તાર, મુન્દ્રા તાલુકાનાં ઝરપરા અને ધ્રબ ગામે મુલાકાત લીધી હતી. મુન્દ્રા -માંડવી ની આસપાસ નાં વિસ્તારોમાં લોકો સાથે મુલાકાત કરી તેમની તકલીફ જાણી અધિકારીઓને સુચનાઓ આપી હતી. માંડવી અને મુન્દ્રા મામલતદાર કચેરીએ બેઠક યોજી થયેલ નુકશાની નો અંદાજ મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. સર્વે ની કામગીરી ઝડપ થી થાય, પશુઓ માટે ઘાસચારો, પાણી પુરવઠા, નગરપાલિકા, પી.જી.વી.સી.એલ, અને માર્ગ અને મકાન વિભાગના રસ્તા મરામત કરવા સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી.સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ ફૂડ પેકેટ, વિવિધ અસરગ્રસ્ત વિસ્તારો માં વિતરણ કરવામાં આવેલ, લોકસેવક અને સદૈવ કચ્છની ખેવના કરનાર વડાપ્રધાને કચ્છ ની ચિંતા સેવી સતત વાવાઝોડા સમયે સંપર્કમાં રહ્યાં, ગુજરાત સરકાર ની જાગૃતતા અને સમયસર નાં બચાવ પગલાં માટે આભારી છું. તેમ જણાવતાં સાંસદે વહેલા માં વહેલી તકે જનજીવન પાટે ચડી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, તેમની સાથે માંડવી ધારાસભ્ય શ્રી અનિરુધ્ધભાઈ દવે, સંગઠન હોદેદારશ્રીઓ, વિવિધ વિભાગનાં અધિકારીઓ એવમ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]
Back to top button