
24-મે
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ :- ગઢશીશા પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ ડી.એન વસાવા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હાજર હતા ત્યારે નાની વિરાણી ગામના સરપંચ લાલજીભાઈ ખીમજીભાઈ મહેશ્વરી નાઓએ પો.ઇન્સ.ડી,એન વસાવા સાહેબ નાઓને ફોન કરી જાણ કરેલ કે અમારા ગામમાં એક અજાણી નંબર વગરની કાળા કલરની ક્રેટા ગાડીમાં અજાણ્યા ચાર માણસો વિરાણી ગામના નાકા પાસે આવી પૈસા બાબતેની લેતી દેતી બાબતે ફાયરીંગ કરી ગાડી લઈને ભાગેલ છે તેવી જાણ કરેલ હોઈ જેના આધારે પો.ઇન્સ ડી.એન વસાવા સાહેબ નાઓએ મેં શ્રી પોલીસ અધીક્ષક સાહેબ ભુજ નાઓની સૂચના માર્ગદર્શન આધારે ગઢર્શીશા પોલીસ સ્ટેશન ના દ્રાઈવર એ.એચ.સી કુલદિપસિંહ કનુભા જાડેજા તથા પો.કોન્સ તરવિનભાઈ ગણપતભાઈ રાયગોર તથા આઉટસોર્સ ડ્રાઈવર હાર્દિકભાઈ પ્રમોદભાઈ વ્યાસ નાઓને તાત્કાલીક પોલીસ સ્ટેશન થી બનાવવાળી જગ્યાએ પહોચવા જાણ કરતા પોલીસ સ્ટેશનથી નીકળી નાની વિરાણી બાજુ જતા હતા તે દરમ્યાન રસ્તામાં ગઢશીશા જી.એમ ડી.સી પાસે પહોચતા ફૂલ સ્પીડમાં ઉપર જણાવ્યા મુજબની ક્રેટા ગાડી આવતી હોઈ જે ગાડીનો પીછો કરી રસ્તો બંધ કરવા માટે પોલીસ સ્ટેશન જાણ કરેલ જેથી પોલીસ સ્ટેશન આગળ પો.હેડ.કોન્સ કલ્પેશભાઈ દલસંગભાઈ ચૌધરી તથા પો.હેડ.કોન્સ ભગીરથસિંહ અરવિંદસિંહ જાડેજા નાઓએ રોડ વચ્ચે ગાડી ઉભી રાખેલ પરંતુ ગાડી ખુબજ સ્પીડમાં હોઈ જેથી ગાડી સાઈડમાંથી નીકળી ગયેલ ત્યારબાદ પોલીસ સ્ટેશન ની બને ગાડીઓ દ્વારા ઉપરોક્ત નંબર વગરની ક્રેટા ગાડીનો પીછો કરતા હતા તે દરમ્યાન શેરડી ગામે રસ્તો બ્લોક કરી રસ્તામાં વચ્ચે ટાયરો રાખતા ટાયર ફુદાડી ક્રેટા ગાડી જે વાંઢ ગામ તરફ નીકળેલ હોઈ જેથી કોડાય પોલીસ સ્ટેશન ના પી.આઈ કે.એસ.ચૌધરી સાહેબ નાઓને મોબાઈલ ફ્રોન દ્વારા જાણ કરેલ અને માંડવી પી.આઈ એ.જે ચૌહાણ સાહેબ નાઓને તથા એલ.સી.બી શાખા ભુજ નાઓને ટેકનીકલ મદદ મેળવવા માટે ફોન કરી તેમજ રસ્તો બ્લોક કરવા માટે જાણ કરેલ અને સદર ગાડી નો પીછો કરતા જે ગાડી વાંઢ થઇ કોજાચોરા ગામમાં થઇ ભુજ માંડવી હાઈવેથી ભુજ બાજુ નીકળેલ અને ત્યારે ત્યાં આગળ કોડાય પોલીસ સ્ટેશનની સરકારી ગાડી ઉભેલ હોઈ અને હાઈવે બ્લોક કરેલ હોઈ પરંતુ ગાડી ફૂલ સ્પીડમાં ગાડી રોડની સાઈડમાં બાજુમાંથી કાઢી દહિસરા બાજુ નીકળેલ જેનો પીછો કોડાય પોલીસ તથા ગઢશીશા પોલીસની સરકારી ગાડીઓ તેમજ ખાનગી વાહન દ્વારા ફિલમી ઢબે પીછો કરતા તે ગાડી ધુણઈ ગામથી યુ ટન વાળી પાછી કોડાય પોલીસ સ્ટેશન તરફ જતા રોડ તરફ પાછી વાળેલ ત્યારે તમામ પીછો કરતી ગાડીઓ પાછી વાળી પો.ઇન્સ કે.એસ.ચૌધરી સાહેબ નાઓએ તેમના પોલીસ સ્ટાફને જાણ કરતા તેમના પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન આગળ ત્રણ રસ્તા પાસે બે ટ્રકો ઉભી રાખી રસ્તો બ્લોક કરેલ જ્યાં આગળ આ ક્રેટા ગાડીના ચાલકે ટ્રકોની સાઈડમાંથી ગાડી કાઢવા પ્રયત્ન કરતા ગાડી નીકળેલ નહિ અને કોડાય પોલીસ સ્ટાફ દ્વારા કોર્ડન કરી નંબર વગરની બલેક કલરની ક્રેટા ગાડી તેમજ તેમાં રહેલ આરોપીઓને પકડી પાડેલ અને ગઢશીશા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.
પકડાયેલ આરોપીના નામ સરનામા:- (૧) વિજયભા ખેતાભા ગઢવી (ઉ.વ.૨૬) રહે.પંચાયત ચોક પાસે લાકડિયા તા.ભચાઉ કચ્છ • (૨) કુલદિપસિંહ કાલુભા જાડેજા (ઉ.વ.૨૪) રહે.દરબાર વાસ શિવલખા તા.ભચાઉ -કચ્છ – (૩) સિદ્ધરાજસિંહ બળવંતસિંહ જાડેજા(ઉ.વ.૨૭) રહે.ગાયત્રીનગર લાકડિયા તા.ભચાઉ કચ્છ – (૪) ઇમરાન અબ્દુલ રાઉમા (ઉ.વ.-૨૪) રહે.મૂળ કટારિયા રોડ લાકડિયા તા.ભચાઉ -કચ્છ હાલે રહે નવી વાસી મુંબઈ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:- પો.ઇન્સ. ડી.એન વસાવા સાહેબ તથા કોડાય પોલીસ સ્ટેશના પો.ઇન કે.એસ. ચૌધરી સાહેબ તથા ગઢશીશા પોલીસ સ્ટાફના એ.એચ.સી કુલદિપસિંહ કનુભા જાડેજા તથા પો.હેડ.કોન્સ. નવિનભાઈ ધનરાજભાઈ પટેલ તથા પો.હેડ.કોન્સ કલ્પેશભાઈ દલસંગભાઈ ચૌધરી તથા પો.હેડ.કોન્સ ભગીરથસિંહ અરવિંદસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ.પ્રદ્યુમનસિંહ સુરુભા જાડેજા તથા પો.કોન્સ તરવિનભાઈ ગણપતભાઈ રાયગોર તથા આઉટસોર્સ ડ્રાઈવર હાર્દિકભાઈ પ્રમોદભાઈ વ્યાસ તથા કોડાય પોલીસસ્ટેશનના પો.હેડ.કોન્સ.મુળરાજભાઈ કરમશીભાઈ ગઢવી તથા સ્ટાફના માણસો








