BHUJKUTCH

ભુજ નગર પાલિકા દ્વારા પ્રિ- મોન્સૂન કામગીરી હેઠળ શહેરમાં નાલા અને વરસાદી વહેણની કરાતી સફાઇ.

વરસાણી પાણીને અવરોધરૂપ કચરા તેમજ મોટાપાયે ગંદકીનો નિકાલ કરાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- બિમલભાઈ માંકડ – રમેશભાઈ મહેશ્વરી-ભુજ કચ્છ.

સોમવાર,તા-03 જુન : આગામી ચોમાસાને લઇને વરસાદી પાણીના નિકાલ તથા અન્ય વ્યવસ્થાપનના અનુસંધાને ભુજ નગર પાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોનસુન કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસામાં પાણીના નિકાલમાં કોઇપણ અવરોધ પેદા ન થાય તેમજ કોઇ જાનહાનિ ન થાય તે માટે શહેરમાં વરસાદીના નાલા તથા કુદરતી વહેણની સાફસફાઇની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી હોવાનું ચીફ ઓફીસરશ્રી જીગર પટેલે જણાવ્યું હતું.આ ઉપરાંત નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત ” સ્વચ્છતા પખવાડિયા” ની ઉજવણીના ભાગરૂપે ભુજ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા શહેરના પ્રખ્યાત સ્થળો ખાતે સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં હમીરસર તળાવ, કચ્છ મ્યૂઝીયમ રોડ, હાટકેશ્વર, અંબાજી મંદિર રોડ, શ્રી દ્વારકાધીશ મંદિર રોડ, રામવાડી- મોટા રામ મંદિર વિસ્તારોમાં સફાઈની કામગીરી કરવામાં આવી હતી.

 

[wptube id="1252022"]
Back to top button