KUTCHMANDAVI

APSEZના વિવિધ દીશામાં આવેલા બંદરોના કાર્ગો વોલ્યુમમાં ડિસેમ્બર ૨૦૨૩માં ૪૨%નો વધારો.

૨-જાન્યુ

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

APSEZના વિવિધ દીશામાં આવેલા બંદરોના કાર્ગો વોલ્યુમમાં ડિસેમ્બર ૨૦૨૩માં ૪૨%નો વધારો.

૨૬૬ દિવસમાં બંદરોના પોર્ટફોલિયોમાં ૩૦૦ મિલિયન મેટ્રીક

ટન વિક્રમરુપ કાર્ગોનું પરિવહન કરી નવું સિમાચિહન સ્થાપ્યું.

વાર્ષિક ૪૨% થી વધુના ઉછાળા સાથે ડિસેમ્બર ૨૦૨૩માં ૩૫.૬૫ મિ.મે.ટન કાર્ગોના વોલ્યુમનું પરિવહન કર્યું.

નાણાકીય વર્ષ-૨૪ના નવ માસ દરમિયાન, APSEZએ વાર્ષિક ૨૩%ની વૃદ્ધિ દર્શાવી ૩૧૧ મિ.મે.ટનT કાર્ગોનું સંચાલન કરીને નવા વિકમ સ્થાપવાની પરંપરા જાળવી રાખી છે.

અદાણી પોર્ટસ અને સેઝના પોર્ટફોલિયોમાં સામેલ ૧૦ બંદરોએ પોતાના અત્યાર સુધીનું સૌથી વધુ કાર્ગો વોલ્યુમનું સંચાલન કરી કામકાજના નવા કિર્તીમાન નોંધાવ્યા.

શરૂઆતના નવ મહિનામાં એકલા મુન્દ્રા પોર્ટે લગભગ ૫.૫ MTEU નું સંચાલન કર્યું.

YTD ધોરણે વાર્ષિક લોજિસ્ટિક્સ રેલ વોલ્યુમ ૨૨% અને GPWIS વોલ્યુમમાં ૪૭% વૃદ્ધિ.

મુન્દ્રા કચ્છ :- અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ વાર્ષિક ધોરણે.૪૨%ના જોરદાર વધારા સાથે ડિસેમ્બર ૨૦૨૩માં ૩૫.૬૫ મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું સંચાલન કર્યું છે. ડ્રાય બલ્ક કાર્ગોના સંચાલનમાં ૬૩%નો વધારો થયો છે. જ્યારે વાર્ષિક ધોરણે કન્ટેનરના સંચાલનમાં ૨૮% થી વધુનો ઉમેરો થયો હતો. નાણાકીય વર્ષ-૨૪ના ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ લગભગ ૧૦૯ મિલિયન મેટ્રીક ટન એકંદર કાર્ગોનું સંચાલન કર્યું હતું, જેમાં કંપનીના સ્થાનિક પોર્ટ પોર્ટફોલિયોનું આશરે ૧૦૬ મિલિયન મેટ્રીક ટનનું યોગદાન રહયું હતું. નાણાકીય વર્ષ ૨૪ના શરૂના નવ મહિનામાં વાર્ષિક ૨૩% વૃદ્ધિ નોંધાવવા સાથે અદાણી પોર્ટસ અને સેઝએ કુલ કાર્ગો પૈકી લગભગ ૩૧૧ મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું “APSEZના પૂર્ણકાલિન ડિરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ અને એસઇઝેડએ ગત નાણાકીય વર્ષમાં તેના અગાઉના શ્રેષ્ઠ ૩૨૯ દિવસની સામે આ વખતે માત્ર ૨૬૬ દિવસમાં ૩૦૦ મિલિયન મેટ્રીક ટન કાર્ગોનો આંકડો વટાવી દીધો હતો. ઉદ્યોગની અગ્રણી વૃદ્ધિ હાંસલ કરવા માટે કંપનીની કાર્યપધ્ધતિ અને કાર્યક્ષમતાઓને યોગ્ય રીતે કામે લગાડવાની અમારી વ્યૂહરચના ઇચ્છિત પરિણામો લાવી રહી છે તેનો આ સીમાચિહ્ન મજબૂત પૂરાવો છે. અમારું હવે પછીનું લક્ષ્ય નાણાકીય વર્ષ-૨૪માં ૪૦૦ મિલિયન મેટ્રીક ટનથી વધુ કાર્ગોનું વોલ્યુમના આંકને આંબવાનું છે. જે વર્તમાન નાણાકીય વર્ષના આરંભમાં પૂરી પાડવામાં આવેલ ગાઇડન્સ રેન્જ (૩૭૦-૩૯૦ MMT)ના ઉપલા છેડાને વટાવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું,APSEZના બંદરોના કાફલામાં સામેલ પોર્ટ્સએ એપ્રિલથી ડિસેમ્બર-૨૪ દરમિયાન ઘણા નવા લક્ષ્યાંકો હાંસલ કર્યા હતા. તદ્દનુસાર કંપનીના ફ્લેગશિપ મુન્દ્રા, પોર્ટે નવ મહિનામાં વિક્રમજનક લગભગ ૫.૫ મિલિયન TEUs હેન્ડલ કરેલ છે અને વર્ષ દરમિયાન કંપની કન્ટેનર કાર્ગો વોલ્યુમના સાત મિલિયન TEU ને વટાવી જવાના માર્ગ ઉપર છે.મુંદ્રા પોર્ટએ માત્ર ૨૬૧ દિવસમાં ૩,000 જહાજોનું સંચાલન કર્યું છે. આ સાથે તેણે નાણાકીય વર્ષ-૨૩નો પોતાનો અગાઉનો ૨૮૮ દિવસનો રેકોર્ડ પાર કર્યો છે. મુન્દ્રા પોર્ટ ખાતેના સંયુક્ત સાહસના AICTPL ટર્મિનલે નવેમ્બર ૨૦૨૩માં ૩,00,૪૩૧ TEUs (દૈનિક આશરે ૧0,000 TEUs)નું સંચાલન કરીને એક રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. તેણે માર્ચ ૨૦૨૧માં તેનો પોતાનો જ ૨,૯૮,૬૩૪ TEUsનો રેકોર્ડ તોડ્યો છે. ઓક્ટોબર ૨૦૨૩માં પોર્ટે ૧૬ મિ.મેટ્રીક ટન કાર્ગોના વોલ્યુમનું સંચાલન કરીને એક જ મહિનામાં કોઈપણ ભારતીય પોર્ટ દ્વારા સૌથી વધુ કાર્ગો વોલ્યુમ હાંસલ કરવાનું નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.વિચારણા હેઠળના સમયગાળા દરમિયાન મુન્દ્રા પોર્ટ દ્વારા નોંધાયેલા અન્ય સિમાચિહનોમાં ખાતરના જહાજનું અત્યાર સુધીનું એકજ વેસલમાં સૌથી વધુ 100,282 મેટ્રીક ટનનું પાર્સલ કદ એ ઓવર-ડાયમેન્શનલ કન્ટેનર્સની સૌથી મોટી સંખ્યા (219 TEU) નો સમાવેશ થાય છે, જે ૬૧,૮૪૧ મેટ્રીક ટન સોયાબીન તેલનું લગભગ ૩૯૯ મીટર લાંબુ અને ૫૪ મીટર પહોળું સૌથી મોટું શિપમેન્ટ કોઈપણ ભારતીય બંદર પર લાંગરનાર આજ સુધીનું સૌથી મોટું છે. ડિસેમ્બર ૨૦૨૩માં મુંદ્રા બંદરે ૨૪ કલાકમાં ૪૩ જહાજનું પણ સંચાલન કરીને તેણે પોતાના અગાઉના ૪૦ જહાજોના સંચાલનનો રેકોર્ડને વટાવ્યો છે.મુન્દ્રા પોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચાલી રહેલા સુધારાઓએ આ સિદ્ધિઓને મજબૂત બળ આપ્યું હતું. તેમાં બે RMGC ક્રેન્સ ઉમેરવામાં આવી છે, જે ટ્રેનના ટર્નઅરાઉન્ડ સમયને ઝડપી બનાવવામાં મદદ કરે છે અને દિન પ્રતિદિન મોટી સંખ્યામાં રેક્સનું સંચાલન કરવાની પોર્ટની ક્ષમતામાં વધારો કરી રહી છે. જોગાનુજોગ પોર્ટે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (WDFC) દ્વારા ICD દાદરી પાસેથી ડબલ સ્ટેક સેવાઓ પ્રાપ્ત કરવાનું પણ શરૂ કર્યું છે.પૂર્વ અને પશ્ચિમ કાંઠાના અન્ય બંદરોએ ચાલુ નાણાકીય વર્ષના નવ માસ દરમિયાન મુખ્ય લક્ષ્યો હાંસલ કર્યા હતા. APSEZના પોર્ટફોલિયોમાં સામેલ બંદરો પૈકીનું બીજું સૌથી મોટું ક્રિષ્નાપટ્ટનમ બંદરે તેનું અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ બર્થ કર્યું છે, જેમાં LOA 335.94 મીટર અને બીમ 42.94 મીટર છે. આવી જ સિદ્ધિ ગંગાવરમ પોર્ટ દ્વારા નોંધવામાં આવી હતી, જેણે ડિસેમ્બરમાં 18.12 મીટરના તેના સૌથી ઊંડા ડ્રાફ્ટ જહાજને બર્થ કર્યું હતું. ધામરા બંદરે ૮૫,૮૫૬ મેટ્રીક ટન ડ્રાય કાર્ગોના સૌથી વધુ જથ્થાનું સંચાલન કર્યું હતું. જે અગાઉના ૧,૭૩,૫૨૪ મેટ્રીક ટનના રેકોર્ડને વટાવી ગયો હતો. આ બંદરે તેના પ્રથમ LNG-સંચાલિત કેપ-કદના જહાજ, MV UBUNTU UNITY ને પણ બર્થ કર્યું હતું. તેણે ડિસેમ્બરમાં ૯.૬૮૭ કિમીની રેલ્વે ડબલિંગ લાઇન શરૂ કરીને વધુ રેક્સનું અસરકારક રીતે સંચાલન કરવાની ક્ષમતામાં વધારો કર્યો છે.કરાઈકલ બંદરે 13.6 મીટરના ડ્રાફ્ટ સાથે કેપ સાઇઝના જહાજને સફળતાપૂર્વક ડોક કર્યું, જે તેના અત્યાર સુધીના સૌથી મોટા પાર્સલ કદને ચિહ્નિત કરે છે. બંદરે ડિસેમ્બરમાં સોડા એશ (30,350 MT)ના અત્યાર સુધીના સૌથી વધુ માસિક વોલ્યુમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે.એન્નોર ટર્મિનલે માસિક ઉત્કૃષ્ટ થ્રુપુટ હાંસલ કર્યું છે. ગયા નવેમ્બર માસમાં ૬૫,000 TEUના પ્રભાવશાળી આંકને વટાવીને તેણે અગાઉની ૫૯,૯૮૫ TEUની ટોચને વટાવી દીધી છે તેણે અત્યાર સુધીનું તેનું સૌથી મોટું ૭,૨૩૮ TEUના શિપમેન્ટનું પણ સંચાલન કર્યું હતું. કટ્ટુપલ્લી બંદરે ૧0,000 TEU સાથે MV સીસ્પન બીકનને બર્થ કર્યું હતું, જેણે જહાજમાં ,૬00 TEU સંચાલન કરવાના તેના અગાઉના રેકોર્ડને વટાવી દીધો હતો.દહેજ બંદરે ૬૮,૭૬૩ ટનનું તેનું સૌથી મોટું ખાતરનું જહાજ તેમજ ૨૭,૧૩૦ ટનનું સૌથી મોટું સ્ટીલ કોઇલ જહાજ અને ૨૦,૪૮૪ મેટ્રીક ટનનું સૌપ્રથમ કોપર કોન્સન્ટ્રેટ વેસલનું સંચાલન કર્યું હતું. તુના ટર્મિનલે ડિસેમ્બર માસ દરમિયાન એક જ દિવસમાં બર્થ પર 3 જહાજો સાથે ૭૦,૪૩૨ મેટ્રીક ટનનું ડિસ્ચાર્જ વોલ્યુમ હેન્ડલ કર્યું હતું, જે તેના અગાઉના ૫૭,૬૦૯ મેટ્રીક ટનના રેકોર્ડને વટાવી ગયું છે. તેણે પોતાનું અત્યાર સુધીનું ૧,૩૭,૦૪૧ મેટ્રીક ટનનું સૌથી મહાકાય ખાતરના કાર્ગોનું જહાજનું પણ સંચાલન કર્યું હતું.લોજિસ્ટિક્સ વોલ્યુમએ પણ વર્ષ-ટુ-ડેટ (YTD)ના આધારે વાર્ષિક ધોરણે રેલ વોલ્યુમ લગભગ ૪,૩૭,000 TEU (૨૨%) અને સામાન્ય હેતુ વેગન ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ૧૪.૨૬ મિલિયન મેટ્રીક ટન બલ્ક કાર્ગો (લગભગ ૪૭ ટકા) ના વોલ્યુમ સાથે વિક્રમી સિધ્ધિ સાથે વૃદ્ધિનું વાહક બનવાની તેની દોટ ચાલુ રાખી છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ ભારતના અગ્રણી બિઝનેસ હાઉસમાંના એક, વૈવિધ્યસભર અદાણી ગ્રુપનો એક ભાગ છે. તે પોર્ટ કંપનીમાંથી એક સંકલિત ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં વિકસિત થઈ છે, જે પોર્ટ ગેટથી ગ્રાહકના ગેટ સુધી એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. તે ભારતના પશ્ચિમ કિનારે છ વ્યૂહાત્મક રીતે સ્થિત બંદરો અને ટર્મિનલ્સ (ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, તુના અને હજીરા, ગોવામાં મોર્મુગાઓ અને મહારાષ્ટ્રમાં દિઘી) અને પૂર્વ કિનારે છ બંદરો અને ટર્મિનલ્સ સાથે ભારતનું સૌથી મોટું બંદર ડેવલપર અને ઑપરેટર છે. ઓડિશામાં ધમરા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ અને કૃષ્ણપટ્ટનમ, તમિલનાડુમાં કટ્ટુપલ્લી અને એન્નોર અને પુડુચેરીમાં કરાઈકલ). APSEZ બંને દરિયાકાંઠાના વિસ્તારો અને અંતરિયાળ પ્રદેશોમાંથી મોટા પ્રમાણમાં કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે અને દેશના બંદર જથ્થાના લગભગ 26% જેટલો હિસ્સો ધરાવે છે. કંપની કેરળમાં વિઝિંજામ અને પડોશી દેશ શ્રીલંકામાં કોલંબોમાં બે ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પણ વિકસાવી રહી છે. APSEZનું પોર્ટ-ટુ-લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ, જેમાં પોર્ટ સુવિધાઓ અને મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, ગ્રેડ A વેરહાઉસ અને ઔદ્યોગિક આર્થિક ઝોન સહિતની સંકલિત લોજિસ્ટિક્સ ક્ષમતાઓ છે, તેને ફાયદાકારક સ્થિતિમાં મૂકે છે કારણ કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં તોળાઈ રહેલા ઓવરઓલથી ભારતને ફાયદો થવાનો છે. APSEZ આગામી દાયકામાં વિશ્વના સૌથી મોટા બંદરો અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનવાનું લક્ષ્ય ધરાવે છે. APSEZ એ વિજ્ઞાન-આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) માટે સાઇન અપ કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનું ત્રીજું બંદર છે, જે કાર્બન ચાલુ કરવાના વિઝન સાથે પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી 1.5°C ઉપર ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવા માટે ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે. 2025 સુધીમાં તટસ્થ.વધુ માહિતી માટે, કૃપા કરીને www.adaniports.com ની મુલાકાત લો

મીડિયા પ્રશ્નો માટે, રોય પોલનો સંપર્ક કરો: roy.paul@adani.com

રોકાણકારોના પ્રશ્નો માટે, ચરણજીત સિનનો સંપર્ક કરો,gh: charanjit.singh@adani.com

[wptube id="1252022"]
Back to top button