
૧૬-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ.
ભુજ કચ્છ :- કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ નવી દિલ્લી દ્વારા અખિલ ભારતીય મુલ્કી સેવા અંતર્ગત રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ માટે દર વર્ષે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જીમખાના – ગાંધીનગર ખાતે તા. 11/7/23 થી તા. 13/7/23 સુધી વર્ષ- 2023/24 ની અખિલ ભારતીય મુલ્કી સેવા અંતર્ગત ગુજરાતના જુદા જુદા જીલ્લામાંથી ભાઈઓ – બહેનો મળીને કુલ્લ 150 ચેસ રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કચ્છમાંથી 4 ભાઈઓ અને 3 બહેનો મળી કુલ્લ 7 સ્પર્ધકોએ ભાગ લીધો હતો , જેમાંથી શ્રી પોલીસ હેડ ક્વાર્ટર શાળા નમ્બર -7 – ભુજના શિક્ષિકા શ્રીમતી જયશ્રીબેન ચૈતન્યકુમાર આર્યની પસંદગી થતા તેમણે ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્યકક્ષાએ વિજેતા બની કચ્છનું ગૌરવ વધાર્યું હતું. આ સિદ્ધિ તેમણે સતત બીજા વર્ષે હાંસિલ કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે , થોડા સમય પહેલા ગત વર્ષે ઓડીશાના ભુવનેશ્વર મુકામે રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધામાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને તેમણે શાળા પરિવાર તથા કચ્છનું ગૌરવ વધાર્યું હતું. તેમની આ સિદ્ધિ બદલ શિક્ષણ ખાતાના અધિકારીઓ , શિક્ષક સમાજ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.







