
રિપોર્ટર
અમિન કોઠારી
મહિસાગર….
કડાણા ડેમ નું જળસ્તર નીચું જતા પૌરાણિક મહાદેવ મંદિર ખુલ્લું થયું.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના કડાણા ડેમનું જળસ્તર ઘટતા સો વર્ષ પુરાણું પૌરાણિક મહાદેવ મંદિર ખુલ્લું થતા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે આ ઘટનાને લઈને ભક્તો દ્વારા કડાણા ડેમમાં હોળીમાં બેસીને આ પૌરાણિક મંદિરના દર્શન કરવા માટે ઘસારો વધી જવા પામ્યો છે જેને લઇને હાલમાં આ પૌરાણિક મંદિરના દર્શન માટે દર્શનાર્થે આવી રહ્યા છે દર્શન કરવા માટે જય રહેલા ભક્તોનું કહેવું છે કે પૌરાણિક મંદિરના દર્શન કરવાથી મનોકામના પૂરી થાય છે.
ભાવિ ભક્તોનું કેવું છે કે મંદિરમાં દર્શન કરવા માટે અન્ય કોઈ માર્ગ ન હોવાને કારણે અમારે કડાણા ડેમનું જળસ્તર ઘટી જાય ત્યારે હોળી માર્ગે અને તેમાં ખર્ચ કરીને જોખમખેડીને દર્શન કરવા માટે જવું પડે છે.

કડાણા ડેમની જળ સપાટી 382.6 પહોંચતા હાલમાં કડાણા ડેમમાં પાણીનો જથ્થો 31% જેટલો થવા પામ્યો છે જેને કારણે આ પૌરાણિક મહાદેવનું મંદિર ખુલ્લું થવા પામ્યું છે બાકી ડેમમાં જળસ્તર વધી જાય ત્યારે આ પાણી ફરી વળતા પહાડ ની અંદર આવેલું પૌરાણિક મંદિર ઢંકાઈ જાય છે જ્યારે જ્યારે પણ વરસાદ અનિયમિત થાય ત્યારે કડાણા ડેમનું જળસ્તર ઘટી જાય છે અને આ પૌરાણિક મંદિરના દર્શન થાય છે.








